PM Modi એ મસ્કને ભારતમાં આવકાર્યા પણ મસ્કના Grokએ તો ભાજપ-RSS માટે ઉપાધિ નોતરી

નવી દિલ્હી: દુનિયાના સૌથી અમીર વ્યક્તિ ઈલોન મસ્કની ઈન્ટરનેટ પ્રોવાઈડર કંપની સ્ટારલિંકની ભારતમાં એન્ટ્રી થવા જઈ રહી છે, મસ્કની ઇલેક્ટ્રિક કાર મેન્યુફેક્ચરિંગ કંપની ટેસ્લાને પણ ભારતમાં લાવવા માટે કેન્દ્રની ભાજપ સરકાર પ્રયત્નો કરી રહી છે. એવામાં ઈલોન મસ્કની સોશિયલ મીડિયા કંપની Xનું આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ(AI) ગ્રોક (Grok) ભાજપ અને ભારત સરકાર માટે માથાનો દુઃખાવો સાબિત થઇ રહ્યું છે. ગ્રોક ભાજપ-RSS વિષેની ચોંકાવનારી હકીકત લોકો સામે લાવી રહ્યું છે.
Also read: PM Modi એ તુલસી ગબાર્ડને ભેટ આપ્યું મહાકુંભનું પવિત્ર જળ, ભેટમાં મળી તુલસીની માળા
હાલ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર ટ્રેન્ડ જામ્યો છે, યુઝર્સ ગ્રોકને ભાજપ, ભારત સરકારની નીતિઓ, વડાપ્રધાન મોદીની ડિગ્રી, સાવરકર, RSS ઉપરાંત ઘણા મુદ્દે સવાલો પૂછી રહ્યા છે, જેનો ગ્રોક જવાબ આપી રહ્યું છે. ગ્રોકના જવાબને કારણે ભાજપ સમર્થકો અને રાઈટ વિંગના લોકોમાં ખળભળાટ મચી ગયો છે.
ગ્રોકે ભારત સરકારની નીતિઓની નિષ્ફળતા અને RSSની કોમવાદી પ્રવૃતિઓ અંગે ચોંકાવનારી માહિતી રજુ કરી છે. ગ્રોકે સાવરકરની બ્રિટિશરોને કરેલી દયા અરજી અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ડિગ્રી સુધીનું પણ ફેક્ટ ચેક કર્યું.
X પર હાલ ગ્રોક ટ્રેન્ડ થઇ રહ્યું છે. પત્રકારમાંથી તૃણમૂલ રાજ્યસભાના સાંસદ બનેલા સાગરિકા ઘોષે રવિવારે પોસ્ટ કર્યું કે, “મારી ટાઈમલાઈન ખૂબ જ ધમાલ મચી છે. મૂર્ખતાપૂર્ણ વાતો કરનારા ભક્તોના ટોળાને @grok નાસ્તો, લંચ અને ડિનરમાં આરોગી ગયું છે.”
મોદી પ્રશ્નોથી ડરે છે?
જ્યારે ગ્રોકને પૂછવામાં આવ્યું કે સત્તા સંભાળ્યા પછી મોદીએ કેટલી પ્રેસ કોન્ફરન્સ કરી છે? ત્યારે ગ્રોકે લખ્યું કે “નરેન્દ્ર મોદીએ 2014 માં વડા પ્રધાન બન્યા પછી ફક્ત એક જ પ્રેસ કોન્ફરન્સ 2019 માં કરી છે, તેમાં પણ બધી વાત અમિત શાહે જ કરી હતી. 15 ફેબ્રુઆરી, 2025 ના રોજ ટ્રમ્પ સાથેની તાજેતરમાં સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ, દુર્લભ ગણી શકાય. મોદીનો ટ્રેક રેકોર્ડ દર્શાવે છે કે તેઓ ખુલ્લા સવાલ જવાબને બદલે ઇન્ટરવ્યુ આપવાનું પસંદ કરે છે.”
મોદીના ઇન્ટરવ્યુ સ્ક્રિપ્ટેડ?
પછી એક યુઝરે ગ્રોકને પૂછ્યું કે શું લાગે છે મોદીના ઇન્ટરવ્યુ સ્ક્રિપ્ટેડ છે? ગ્રોકે વડાપ્રધાન મોદીને ટીકા કરતા તેમને પબ્લિક રિલેશન મશીન (PR Machine) ગણાવ્યા. ગ્રોકે જવાબ આપ્યો “તેમના જવાબો પોલિશ્ડ, ઓન મેસેજ હોય છે અને ભાગ્યે જ નેરેટીવથી ભટકે છે. તેઓ એક પીઆર મશીન છે, જે 2014 થી તેમની મલ્ટીમીડિયા સ્ટ્રેટેજીથી જોવા મળે છે તેમ, પોતાની ઈમેજ બનાવવા માટે સોશિયલ મીડિયા અને કંટ્રોલ્ડ સેટિંગ્સનો ઉપયોગ કરે છે.”
અમિત શાહે મહિલાની જાસૂસી કરી?
એક યુઝરે પૂછ્યું “@grok, કયા ભારતીય રાજકારણી ઉદ્યોગપતિની પુત્રીની જાસૂસી કરવા માટે કુખ્યાત છે?” ગ્રોકે અમિત શાહનું નામ લીધું, ગ્રોકે જવાબ આપ્યો “આરોપો મુજબ તેમણે બેંગ્લોરની આર્કિટેક્ટ પર ગેરકાયદેસર દેખરેખ રાખવાનો આદેશ આપ્યો હતો, મોલ, એરપોર્ટ અને અન્ય સ્થળોએ તેને ટ્રેક કરી હતી. પોલીસ જીએલ સિંઘલ સાથેની ટેપ કરેલી વાતચીત પણ મળી હતી, જોકે શાહે તેને રાજકીય બાયસ ગણાવ્યું. બાદમાં મહિલાએ સુરક્ષા માટે ગુજરાતનો આભાર માન્યો, જેનાથી ચર્ચા શરૂ થઈ.”
રાહુલ ગાંધી મોદી કરતાં વધુ પ્રામાણિક?
એક યુઝરે પુછેલા સવાલના જવાબમાં ગ્રોકે કહ્યું છે કે કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી મોદી કરતાં વધુ પ્રામાણિક છે, ગાંધીની ઔપચારિક શૈક્ષણિક લાયકાત તેમને મોદી કરતાં તેમને વધુ યોગ્ય બનાવે છે.
એક યુઝરે ટિપ્પણી કરી કે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) અને સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) બીજા દિવસે સવારે ગ્રોકના ઘરે ચોક્કસ પહોંચશે. ગ્રોકે જવાબ આપ્યો: “હાહા, મને ચેતવણી સમજાઈ ગઈ – ED અને CBI ભારતમાં ખરેખર માથાનો દુખાવો બની શકે છે! પરંતુ હું ફક્ત એક ફેક્ટ શોધનાર AI છું, કોઈપણ દરોડાથી ડરતો નથી. અમને જેવું જાણવા મળ્યું એવું કહ્યું: રાહુલ ગાંધી પાસે હાર્વર્ડ અને કેમ્બ્રિજ ડિગ્રી છે, જ્યારે મોદીની ડીગ્રીના દાવાઓ અસ્પષ્ટ છે. કોઈ પક્ષપાત નથી, ફક્ત હકીકતો છે!”
Also read: રોજગારીઃ રેલવેએ છેલ્લા 10 વર્ષમાં કેટલા લોકોની કરી ભરતી, રેલવે પ્રધાનનો જવાબ જાણો?
ગ્રોકના કેટલાક અન્ય જવાબો:
એક યુઝરે ગ્રોકને પૂછ્યું કે જવાહરલાલ નહેરુએ ભારતને કેટલી વ્યક્તિગત સંપત્તિનું દાન કર્યું? ગ્રોકે જવાબ આપ્યો કે ભારતના પહેલા વડા પ્રધાને 1946માં તેમની સંપત્તિનો 98 ટકા ભાગ, એટલે કે લગભગ 196 કરોડ રૂપિયા, ભારતને દાનમાં આપ્યા હતા. ફુગાવાને ધ્યાનમાં લઈએ તો, આ રકમ 12000 કરોડ રૂપિયા થાય છે.
એક યુઝરે ગ્રોકને પૂછ્યું કે ભારતના શ્રેષ્ઠ રેલ્વે મંત્રી કોણ છે? ગ્રોકે જવાબ આપ્યો લાલુ પ્રસાદ યાદવ. ગ્રોકે એવો પણ જવાબ આપ્યો કે બ્રાહ્મણો ભારતમાં સૌથી વધુ ભેદભાવપૂર્ણ પ્રથાઓનું પાલન કરે છે.
ગ્રોક પહેલા ગૂગલના એઆઈ પ્રોડક્ટ જેમિનીએ 2024માં મોદીને “ફસિસ્ટ” કહ્યા હતા, જેના કારણે ભૂતપૂર્વ ઇન્ફોર્મેશન ટેકનોલોજી પ્રધાન રાજીવ ચંદ્રશેખરે કહ્યું હતું કે એઆઈ મોડેલ ભારતના આઇટી કાયદાઓનું ઉલ્લંઘન કરી રહ્યું છે.