Republic Day 2024: મેડલ, પુરસ્કારો અને વીરગાથાઓથી સજ્જ ગ્રેનેડિયર્સ રેજિમેન્ટ
26મીએ કર્તવ્ય પથ પર માર્ચ કરશે સૈનિકો
આજે આપણે ઇન્ડિયન આર્મી એક એવી આર્મી રેજિમેન્ટ વિશે વાત કરીશું જેનું નામ કોઈ પણ પ્રદેશ કે જાતિના આધારે રાખવામાં આવ્યું નથી, પરંતુ આ રેજિમેન્ટનું નામ હથિયારના નામ પરથી રાખવામાં આવ્યું છે. આ ગ્રેનેડિયર્સ રેજિમેન્ટ છે જેના સૈનિકો 26 જાન્યુઆરીએ કર્તવ્ય પથ પર જોવા મળશે.
ગ્રેનેડિયર્સ એક ઇન્ફેન્ટ્રી રેજિમેન્ટ છે – એટલે કે, તોપ ખાનાવાળી રેજિમેન્ટ. તેનો ઈતિહાસ 250 વર્ષ જૂનો છે. અગાઉ તે બોમ્બે આર્મીનો ભાગ હતો. તેમને મળેલા પુરસ્કારો તેમની બહાદુરીની ગાથા જણાવે છે.
તમને જણાવી દઈએ કે આ રેજિમેન્ટને 3 પરમવીર ચક્ર મળ્યા છે. આ સિવાય તેણે 35 યુદ્ધ સન્માન પ્રાપ્ત કર્યા છે. તેના મૂળ સત્તરમી સદી સુધી લઈ જાય છે. તેનું રેજિમેન્ટલ કેન્દ્ર જબલપુરમાં છે. તેનો યુદ્ધ પોકાર ‘સર્વદા શક્તિશાળી’ છે. આઝાદી પછીના તમામ યુદ્ધોમાં – 1965, 1971 અને 1999 ઓપરેશન વિજયમાં, ગ્રેનેડિયર્સના સૈનિકોએ પોતાની બહાદુરીના દર્શન કરાવ્યા હતા.
1965ના યુદ્ધમાં બહાદુર અબ્દુલ હમીદની વિરગાથા આજે પણ દરેકને પ્રેરણા આપે છે. ઘાયલ હોવા છતાં, તેણે 8 પેટન ટેન્કનો નાશ કર્યો હતો. તેમને મરણોત્તર પરમવીર ચક્ર પ્રાપ્ત થયું હતું, જ્યારે મેજર હોશિયાર સિંહે 1971ના યુદ્ધમાં બહાદુરી બતાવી અને પાકિસ્તાની સેનાને પાછા પગે કરી દીધી હતી.
તેમને પણ પરમવીર ચક્ર પણ પ્રાપ્ત થયું હતું. અન્ય બહાદુર સૈનિકની વાત કરીએ તો કારગિલ યુદ્ધમાં ગ્રેનેડીયર યોગેન્દ્ર સિંહ અને તેમના સાથીઓ દૂષમનોની ગોળીઓથી વિંધાયા બાદ પણ ટાઈગર હિલ્સ પર ત્રિરંગો ફરકાવ્યો હતો. યોગેન્દ્ર સિંહને પણ પરમવીર ચક્ર મળ્યું હતું.
આ રેજિમેન્ટમાં મોટા ભાગના સૈનિકો રાજસ્થાન, ગુજરાત, હરિયાણા, યુપી અને હિમાચલ પ્રદેશમાંથી આવે છે. આ જ રેજિમેન્ટના કર્નલ રાજ્યવર્ધન રાઠોડે 2004 ઓલિમ્પિકમાં સિલ્વર મેડલ જીત્યો હતો. આ રેજિમેન્ટના સૈનિકો ગ્રેનેડ ફેંકવામાં નિષ્ણાત છે અને કહેવાય છે કે તેઓ પોતાની શહીદી માટે થઈને માથે કફન બાંધીને યુદ્ધ ભૂમિમાં ઉતરી જયા છે.
કારગિલ યુદ્ધમાં, ગ્રેનેડિયર યોગેન્દ્ર સિંહ યાદવ અને તેમના સાથીઓએ દુશ્મનની ગોળીઓથી વિંંધાવા છતાં ટાઈગર હિલ્સ પર ત્રિરંગો લહેરાવ્યો હતો. યોગેન્દ્ર સિંહ યાદવને અદમ્ય હિંમત અને નિશ્ચય દર્શાવવા બદલ પરમવીર ચક્ર મળ્યું હતું.