નિક્કી હત્યાકાંડ: મોટી બહેન કંચનનું નિવેદન સીસીટીવી વીડિયોથી વિપરિત! કોણ સાચું છે?

નોઇડાઃ ઉત્તર પ્રદેશમાં છાશવારે એક હત્યાની ઘટના પ્રકાશમાં આવતી હોય છે. થોડા દિવસ પહેલા નોઇડામાં એક મહિલાની હત્યા કરી દેવામાં આવી હતી. જો કે તે હત્યા હતી કે, નહીં તેની તપાસ હજી ચાલી રહી છે. નોઈડામાં નિક્કી હત્યાકાંડમાં એક મોટી વિગત જાણવા મળી છે. અત્યારે નિક્કીની મોટી બહેન કંચને પોતાનું નિવેદન આપ્યું છે. આ પહેલા તે ક્યારે કેમેરા સામે આવી નહોતી. પરંતુ અત્યારે કંચને કેમેરા સામે આવીને મોટો ખૂલાસો કર્યો છે. કંચનનું કહેવું છે કે, ‘મને ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથ અને પોલીસ પર ભરોસો છે તે મારી બહેનને ન્યાય ચોક્કસ અપાવશે’.
નિક્કીની મોટી બહેને વિપિનના પરિવાર પર લગાવ્યો આવો આરોપ
આ પહેલા જ્યારે નિક્કીની હત્યા થઈ ત્યારે કંચને કોઈ વાત નહોતી જણાવી. પરિવારે પણ એવું કહ્યું હતું કે, કંચનની તબીયત ખરાબ છે. જેથી અનેક પ્રકારના પ્રશ્નો થઈ રહ્યાં હતાં. અત્યારે કંચને કહ્યું કે, જે લોકો કહી રહ્યાં છે કે હું ગાયબ થઈ ગઈ હતી, તેમને હું કહેવા માગું છું કે, તેઓ કંઈ પણ ના બોલો! અમને પોલીસ અને પ્રસાશન પર પૂરો વિશ્વાસ છે. તે લોકો તપાસ અને કાર્યવાહી કરી જ રહ્યાં છે.
ઘટના બની ત્યારે બધા જ ઘરમાં હાજર હતા! કંચન
હત્યા મામલે જ્યારે સવાલ કરવામાં આવ્યો ત્યારે કંચને કહ્યું કે, ‘પોલીસ તપાસ કરી રહી છે, નિક્કીનું મોત સિલેન્ડર ફાટવાના કારણે થયું કે કોઈ બીજી રીતે તે ખબર પડી જ જવાની છે. ઘરમાં દરેક લોકો વિપિન, પિતા સતવીર, મા દયા અને ભાઈ રોહિત બધા જ હાજર હતાં. આ દરેક આરોપીઓને ફાંસીની સજા મળવી જ જોઈએ’. કંચનનું કહેવું છે કે, આ લોકોએ જ સાથે મળીને નિક્કીની હત્યા કરી છે. જેથી તેમને સજા મળવી જ જોઈએ.
પાડોશીઓનું કહેવું છે કે વિપિન નિર્દોષ છે પરંતુ હકીકત શું છે?
કેસની વાત કરવામાં આવે તો, ભાટી પરિવારના ઘર બહાર સીસીટીવી કેમારે લાગેલા હતાં. તેની તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે, ઘટના બની ત્યારે અને તે બાદની 15 મિનિટ પછી વિપિન ઘરની બહાર જોવા મળ્યો હતો. ઘરના અંદર પણ કેમેરા લાગેલા હતા પરંતુ તે બંધ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. જોકે, પાડોશીઓનું કહેવું છે કે, વિપિન નિર્દોષ છે પરંતુ સાચી હકીકત શું છે તે તો તપાસ થાય બાદ જ જાણી શકાશે.
નિક્કીના પિતા ભિખારી સિંહે લગાવ્યાં આવા આરોપ!
નિક્કીની બહેન કંચને કહ્યું કે, તેને પોલીસ પર વિશ્વાસ છે પરંતુ નિક્કીના પિતા ભિખારી સિંહનું કહેવું છે કે, અમે પોલીસની કાર્યવાહીથી ખુશ નથી. ભિખારીસિંહે આરોપીઓના ઘર પર બુલડોઝર કાર્યવાહીની માંગણી કરી છે. નિક્કીના પિતાએ વિપિન અને તેના પરિવાર પર અન્ય પણ અનેક આરોપ લગાવ્યાં છે. એમનું સ્પષ્ટપણે માનવું છે કે, નિક્કીની હત્યા જ થઈ છે. સિલેન્ડની વાત પૂછવામાં આવી ત્યારે ભિખારી સિંહે કહ્યું કે, સિલેન્ડર ફાટે તો શું ઘરની સ્થિતિ આવી હોય? નિક્કીનું શરીર 70 ટકા બળેલું હતું. તે બોલવાની સ્થિતિમાં હતી જ નહીં. આવા અનેક પ્રકારના આક્ષેપો વચ્ચે પોલીસ સમગ્ર હત્યાકેસની તપાસ કરી રહી છે.
આ પણ વાંચો…ઉત્તર પ્રદેશના નિક્કી હત્યા કેસનું રહસ્ય ઘેરાયું, બીજા માળના સીસીટીવી બંધ હાલતમાં