ગજબ જુગાડ ! સિમેન્ટની આખી ટ્રક ઓછી મહેનતે ખાલી કરી દીધી, જુઓ Viral Video…

નવી દિલ્હી : દેશમાં અનેક લોકો મહેનત ઓછી કરવા માટે અનેક પ્રકારના જુગાડનો સહારો લેતા હોય છે. તેમાં પણ મજૂર વર્ગ ઘણી વખત કોઠાસૂઝથી પોતાના કામને સરળ બનાવવા માટે દેશી જુગાડ અપનાવતા હોય છે. ત્યારે હાલમાં સોશિયલ મીડિયા પર આવો જ એક વિડીયો વાયરલ(Viral Video)થઇ રહ્યો છે. જેની તરફ લોકોનું ધ્યાન કેન્દ્રિત થઈ રહ્યું છે.
Also read : viral video: ગણિત ભણાવતી આ મમ્મી-દીકરીનો વીડિયો જોઈ તમને મજા પડી જશે…
ટ્રક અને દિવાલ પર લાકડાનું પાટિયુ મૂક્યું
આ વિડીયોમાં જોઇ શકાય છે કે, એક વ્યક્તિએ ટ્રકમાંથી સિમેન્ટની થેલીઓ ઉતારવાની ખૂબ જ સારી વ્યવસ્થા કરી છે. જેમાં ટ્રકમાં સિમેન્ટની ઘણી થેલીઓ દેખાય છે. તેની બાજુમાં એક ઘર પણ બની રહ્યું છે જેના પર બાંધકામ ચાલી રહ્યું છે. હવે સિમેન્ટ ઉતારવા માટે તે વ્યક્તિએ ટ્રક અને કમ્પાઉન્ડ વોલ પર લાકડાનું પાટિયુ મૂક્યું છે જેથી તેનું સંતુલન જળવાઈ રહે. વ્યક્તિ તેના પર સિમેન્ટની થેલી મૂકે કે તરત જ તે આપમેળે નીચે પડી જાય છે. જેના કારણે વ્યક્તિને વધુ મહેનત કરવી પડતી નથી અને તેનું કામ સરળતાથી થઈ જાય છે.
Also read : Viral Video: પ્રીતિ ઝિન્ટા માતા સાથે પહોંચી કાશી વિશ્વનાથ મંદિર, કરી મહત્ત્વની વાત…
જુગાડના મામલામાં ભારતીયોનો કોઈ મુકાબલો નથી
આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. જેને હજારો લોકોએ જોયો છે અને કોમેન્ટ કરીને પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે જુગાડના મામલામાં ભારતીયોનો કોઈ મુકાબલો નથી. જ્યારે બીજાએ લખ્યું કે તે ખૂબ જ સારી પદ્ધતિ છે. સારું, આ લોકો મહેનતને સ્માર્ટ વર્કમાં કેવી રીતે રૂપાંતરિત કરવી તે પણ જાણે છે. આ સિવાય અન્ય યુઝર્સે પણ તેના પર ટિપ્પણી કરીને પોતાની પ્રતિક્રિયાઓ આપી છે.