નવી દિલ્હી: જાહેર મિલકતમાં તોડફોડ કરનારાઓ કે રસ્તાઓ પર ચક્કાજામ કરનારાઓ માટે આવનારો સમય વધુ કડક બની શકે છે. કારણ કે આ પ્રકારના ગુનાઓ કરનારને જામીન મળવા ઘણા જ અઘરા થઈ પડશે. નેશનલ હાઇવે અથવા જાહેર સ્થળો પર વારંવાર ચક્કાજામ અટકાવવા અને આવા કૃત્યો માટે જવાબદાર કોઈપણ વ્યક્તિ અથવા સંગઠન પર જાહેર અથવા ખાનગી મિલકતોને થયેલા નુકસાનના બજાર ભાવ જેટલો ભારે દંડ વસૂલવાના હેતુથી કાયદા પંચે શુક્રવારે (2 ફેબ્રુઆરી) સરકારને હાલના કાયદાઓમાં સુધારાની ભલામણ કરી હતી.
કાયદા પંચે કહ્યું કે જો ગુનેગારોને જામીન મેળવવાની શરત તરીકે તેમના દ્વારા નુકસાન થયેલી જાહેર સંપત્તિની અંદાજિત કિંમત જમા કરાવવાની થશે, તો તે આવા કૃત્યો સામે આ સંશોધન એક અવરોધક તરીકે કામ કરશે.
મિડયા રિપોર્ટ્સ પ્રમાણે કાયદા પંચે કહ્યું કે, ”દંડનો અર્થ એવો થશે અને તેમાં એવી રકમનો સમાવેશ થશે જે નુકસાન પામેલી જાહેર મિલકતના બજાર મૂલ્યની બરાબર હશે અથવા જ્યાં નુકસાન થયેલ મિલકતની કિંમત રૂપિયા તરીકે આકારણી કરવામાં સક્ષમ ન હોય, તો આવી રકમ અદાલત દ્વારા નક્કી કરવામાં આવશે. કેસની હકીકતો અને સંજોગોને ધ્યાનમાં રાખીને નિર્ણય કરી શકે છે.
દંડનો મતલબ હશે અને તેમાં તે રાશિ સામેલ હશે જે નુકસાન પહોંચાડેલી જાહેર સંપતિના બજાર ભાવ બરાબર હશે. અથવા તો જ્યાં નુકસાન થયેલી સંપતિની કિંમતને રૂપિયાના રૂપમાં ન આંકી શકાય તેમ હોય તો તેવી રકમ મામલે અદાલત તથ્યો અને પરિસ્થિઓને ધ્યાનમાં રાખીને નક્કી કરી શકે છે. પંચે કહ્યું કે સરકાર આ હેતુ માટે ‘ પ્રિવેન્શન ઓફ ડેમેજ ટુ પ્રાઈવેટ પ્રોપર્ટી એન્ડ પેમેન્ટ ઓફ કમ્પેન્સેશન એક્ટ’ જેવો અલગ કાયદો લાવી શકે છે.
એક સમાચાર એજન્સી અનુસાર, કાયદા પંચે ભલામણ કરી છે કે જાહેર સ્થળોને લાંબા સમય સુધી બ્લોક કરવા માટે એક નવો વ્યાપક કાયદો બનાવવામાં આવે અથવા સંશોધન દ્વારા ભારતીય દંડ સંહિતા (IPC) અથવા ભારતીય ન્યાય સંહિતામાં સંબંધિત વિશેષ જોગવાઈ ઉમેરવામાં આવે.
કમિશને અધિકાર સમૂહો અને રાજકીય પક્ષોને પણ ચેતવણી આપી છે કે તેમના અધિકારોનો ઉપયોગ સંયમપૂર્વક અને શાંતિપૂર્ણ રીતે થવો જોઈએ. આ સંદર્ભમાં, તેણે જાહેર સંપત્તિને નુકસાન અટકાવવાનો અધિનિયમ, 1984 ટાંક્યો, જેનો ઉદ્દેશ્ય જાહેર સંપત્તિ પર તોડફોડના કૃત્યોને ગુનાહિત બનાવવાનો છે.