નેશનલ

લાખો સરકારી કર્મચારીઓને માથે ઑગસ્ટનો પગાર નહીં મળવાનું તોળાતું જોખમ, જાણો કારણ

લખનઊઃ ઉત્તર પ્રદેશમાં રાજ્ય સરકાર ભ્રષ્ટાચારને કાબુમાં લેવા અને શાસન સુધારવા માટે મક્કમપણે પ્રયાસ કરી રહી છે અને એ મુજબ આદેશ જારી કરી રહી છે. રાજ્ય સરકારના એક આદેશ મુજબ જો સરકારી કર્મચારીઓ 31 ઓગસ્ટ સુધીમાં તેમની જંગમ અને સ્થાવર મિલકતો જાહેર કરવામાં નિષ્ફળ જશે તો તેમને તેમનો ઑગસ્ટ મહિનાનો પગાર ગુમાવવો પડશે. આ આદેશ 17 લાખથી વધુ સરકારી કર્મચારીઓને લાગુ કરવામાં આવ્યો છે.

રાજ્ય સરકારે ગયા વર્ષે ઑગસ્ટમાં એક આદેશ જરી કર્યો હતો જે મુજબ સરકારી કર્મચારીઓએ તેમની સંપત્તિની વિગતો સરકારના માનવ સંપદા પોર્ટલ પર સબમિટ કરવાની હતી. હવે 31 ઑગસ્ટની ડેડલાઇન નજીક આવી રહી છે. જો સરકારી કર્મચારીઓ યોગી આદિત્યનાથ વહીવટીતંત્રના આદેશનું પાલન કરવામાં નિષ્ફળ જશે તો તેમને તેમના પગાર ગુમાવવાનો વારો આવશે.

મુખ્ય સચિવ મનોજ કુમાર સિંહે સ્પષ્ટ કર્યું છે કે જેઓ 31 ઑગસ્ટની સમયમર્યાદા સુધીમાં તેમની સંપત્તિની વિગતો સબમિટ કરશે તેઓને જ તેમનો પગાર મળશે.
એક અહેવાલ મુજબ રાજ્યના કુલ 17.8 લાખ સરકારી કર્મચારીમાંથી માત્ર 26 ટકા કર્મચારીઓએ સરકારના નિર્દેશનું પાલન કર્યું છે, જેને કારણે હવે 13 લાખથી વધુ કર્મચારીઓને માથે ઓગસ્ટના પગાર ન મળવાનું જોખમ રહેલું છે.

દરમિયાન એવી પણ માહિતી મળી છે કે રાજ્ય સરકાર આગામી બે વર્ષમાં 2,00,000 સરકારી નોકરીઓ પ્રદાન કરવાની યોજના ધરાવે છે, જે અંતર્ગત રાજ્યમાં આજથી 60,000 થી વધુ પોલીસ પદો માટે ભરતી પ્રક્રિયા શરૂ કરવામાં આવશે

Show More

Related Articles

Back to top button
Medicineને કહો Bye Bye, આ નેચરલ વસ્તુઓથી ઘટાડો ડાયાબિટીસ… આ ઑન સ્ક્રીન ભાઈ-બહેનની જોડી ન ગમી દર્શકોને આટલા કલાકની ઊંઘ લે છે સેલેબ્સ, ચોથા નંબરના સેલેબ્સ વિશે જાણીને તો ચોંકી ઉઠશો લીલા મરચાને વરસાદમાં સ્ટોર કરવાની ટીપ્સ જાણો