લોકપાલને ભ્રષ્ટાચારની 2,400થી વધુ ફરિયાદ મળ્યાની સરકારનો સંસદમાં જવાબ
નવી દિલ્હીઃ લોકપાલને અત્યાર સુધીમાં ભ્રષ્ટાચારની 2400થી વધુ ફરિયાદો મળી છે, જેમાંથી 2350 ફરિયાદોનું નિરાકરણ કરવામાં આવ્યું છે, એમ સરકારે આજે સંસદમાં જણાવ્યું હતું. રાજ્યમંત્રી જિતેન્દ્ર સિંહે રાજ્યસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું હતું કે લોકપાલ અને લોકાયુક્ત અધિનિયમ, 2013 દેશમાં 16 જાન્યુઆરી, 2014ના રોજ અમલમાં આવ્યો હતો. લોકપાલ સંસ્થાની સ્થાપના થઇ ચૂકી છે અને તે સંપૂર્ણપણે કાર્ય કરી રહી છે.
આપણ વાંચો: BCCIમાં વધુ એક નિયુક્તિ; સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ નવા લોકપાલ બન્યા
તેમણે કહ્યું કે 31 જાન્યુઆરી, 2025 સુધીના આંકડાઓ અનુસાર, લોકપાલે 2,426 ફરિયાદો નોંધવામાં આવી હતી જેમાંથી 2,350 ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.
તેમણે કહ્યું કે વર્તમાનમાં અધ્યક્ષ ઉપરાંત છ સભ્યો છે, જેમાંથી ત્રણ ન્યાયિક સભ્યો છે. કાયદાની કલમ 3 મુજબ, લોકપાલમાં અધ્યક્ષ સિવાય આઠથી વધુ સભ્યો નહીં હોય અને તેમાંથી 50 ટકા ન્યાયિક સભ્યો હશે.