નેશનલ

સરકારી શિક્ષિકાને પાકિસ્તાની સેનાના પક્ષમાં પોસ્ટ કરી ભારે પડી! શિક્ષણ વિભાગે કર્યા સસ્પેન્ડ

ભોપાલ, મધ્યપ્રદેશઃ ભારતમાં રહેતા લોકો જો ભારતના નહીં પરંતુ પાકિસ્તાનના વખાણ કરે તો તેના પર કાર્યવાહી થવી જ જોઈએ. ભારતીય સેના (Indian Army)ના જવાનો દેશની રક્ષા માટે પોતાના જીવનું બલિદાન આપતા પણ અચકાતા નથી અને દેશની અંદર રહેતા કેટલાક લોકો પાકિસ્તાની સેનાના વખાણ કરી રહ્યાં છે. આવો જ એક કેસ મધ્ય પ્રદેશમાં બન્યો છે. મધ્ય પ્રદેશ (Madhya Pradesh)માં એક સરકારી શાળાની શિક્ષિકા (Government School Teacher)એ પાકિસ્તાની સેનાના વખાણ કરતી પોસ્ટ સોશિલય મીડિયામાં શેર કરી હતી.

પાકિસ્તાની સેનાના સમર્થનમાં પોસ્ટ કરવા બદલ થઈ કાર્યવાહી

કાર્યવાહીના વાત કરવામાં આવે તો, જિલ્લા શિક્ષણ અધિકારી સંજય સિંહ તોમરે (District Education Officer Sanjay Singh Tomar) આ મામલે કડક કાર્યવાહી કરી છે. સરકારી શાળાની શિક્ષકને પાકિસ્તાની સેનાના સમર્થનમાં સોશિયલ મીડિયા પર પોસ્ટ કરવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મધ્યપ્રદેશની મહેતવાડાની સરકારી ઉચ્ચતર માધ્યમિક શાળાની શિક્ષિકા શહનાઝ પરવીન (Shahnaz Parveen)ના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવેલી એક પોસ્ટ સોશિયલ મીડિયા વાયરલ થઈ હતી. આ પોસ્ટમાં પાકિસ્તાની સેનાના વખામ કરવામાં આવ્યાં હતાં. જેથી જિલ્લા શિક્ષણ વિભાગે આ મહિલા શિક્ષિકાને સસ્પેન્ડ કરી દીધા છે.

શિક્ષિકાએ પાકિસ્તાનના સમર્થનમાં પોસ્ટ કરીને BNSSનું ઉલ્લંઘન કર્યું

આ મામલે જિલ્લા શિક્ષણ વિભાગે કહ્યું કે, શહનાઝ પરવીને પાકિસ્તાનના સમર્થનમાં પોસ્ટ કરીને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)નું ઉલ્લંઘન કર્યું છે. પાકિસ્તાનના વખાણ કરવા એ એક રીતે ભારતનો વિરોધ જ ગણાય છે. જેથી મધ્યપ્રદેશ સિવિલ સર્વિસીસ નિયમો, 1966 ના નિયમ 9 ની જોગવાઈઓ હેઠળ, શિક્ષિકાને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. સોશિયલ મીડિયા પર ખોટી સામગ્રી શેર કરવા સામે શિક્ષણ વિભાગની કડક કાર્યવાહી કરવામાં આવી છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button