હવે રાશનની સાથે મળશે 1,000 રૂપિયા! જાણો કોને મળશે સરકારી યોજનાનો લાભ?
નવી દિલ્હી: સામાન્ય લોકોનાં કલ્યાણ માટે ભારત સરકાર દ્વારા અનેક યોજનાઓ ચલાવવામાં આવે છે. દેશમાં ગરીબી અને આરોગ્યપ્રદ ખોરાકથી પણ વંચિત રહેતા લોકો પણ છે. દેશમાં આજે પણ એવા ઘણા લોકો છે કે જેમને દિવસમાં બે ટંકનું ખાવાનું પણ નથી મળતું. ભારત સરકાર રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ આવા ગરીબ જરૂરિયાતમંદોને મફત રાશન પૂરું પાડે છે.
દેશમાં 80 કરોડ રાશનકાર્ડ ધારકો
ગરીબો સુધી અનાજ પહોંચાડવા માટે સરકારની જાહેર પુરવઠાની એક પ્રક્રિયા છે. જેમાં સસ્તા દરે રાશન પૂરું પાડવામાં આવે છે અને તે માટે સરકારે રાશન કાર્ડ જારી કરે છે. દેશમાં કરોડો લોકો પાસે રાશનકાર્ડ છે. જેઓ સરકારની મફત રાશન યોજનાનો લાભ લે છે. રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા હેઠળ દેશમાં 80 કરોડ રાશનકાર્ડ ધારકો છે. જેમને સરકાર દર મહિને મફત અથવા સસ્તા દરે રાશન આપવામાં આવે છે. ભારત સરકારે હવે રાશન વિતરણ વ્યવસ્થામાં એક મોટું પરિવર્તન કરવાનો નિર્ણય કર્યો છે.
રાશનની સાથે 1000 રૂપિયા
તાજેતરમાં જ સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકો માટે એક મોટા સમાચાર આવ્યા છે. હવે રાશનકાર્ડ ધારકોને તેમના રાશનકાર્ડ પર રાશનની સાથે 1000 રૂપિયા પણ મળશે. નવા વર્ષથી તમામ રેશનકાર્ડ ધારકોને સરકારની આ સુવિધાનો લાભ મળવા લાગશે. આ રાશનકાર્ડ ધારકોને નાણાકીય લાભ આપવા માટે પગલાં ભરવામાં આવ્યા છે.
આ પણ વાંચો : નવી દિલ્હી વિધાનસભા બેઠક પર ખેલાશે ત્રિપાંખીયો જંગ, Arvind Kejriwal વિરુદ્ધ આ બે નેતા મેદાનમાં
જાન્યુઆરીથી મળશે લાભ
સરકારનો આ નિર્ણયનો અમલ આગામી નવા વર્ષથી થશે એટલે કે જાન્યુઆરી 2025 થી ભારત સરકાર દ્વારા રાશન કાર્ડ ધારકોને રાશનની સાથે રૂ. 1000 પણ આપવામાં આવશે. સરકાર 5 કિલો મફત રાશન આપશે. તો આ સાથે લાભાર્થી પરિવારના બેંક ખાતામાં એક હજાર રૂપિયા પણ જમા કરવામાં આવશે.
કોને મળશે લાભ?
અત્રે નોંધનીય છે કે સરકારની આ પહેલ ગરીબ પરિવારોને તેમની રોજિંદી જરૂરિયાતો પૂરી કરવામાં મદદ કરશે. જો કે, સરકારે આ લાભ લેવા માટે કેટલાક યોગ્યતા આધારિત માપદંડો નક્કી કર્યા છે. દરેક રાશન કાર્ડ ધારકને આ લાભ મળશે નહીં.