
નવી દિલ્હી: સોશિયલ મીડિયા પરથી ઘણા લોકો કમાણી કરી રહ્યા છે. પરંતુ હવે આ રીતે કમાણી કરતા લોકો માટે ઇન્કમ ટેક્સ વિભાગ નવો નિયમ લાવ્યું છે. આવકવેરા વિભાગે નાણાકીય વર્ષ માટે ઇન્કમ ટેક્સ રિટર્ન યૂટિલિટીજ હેઠળ પ્રમોશન, પ્રોડક્ટ એન્ડોર્સમેન્ટ અથવા ડિજિટલ કન્ટેન્ટ ક્રિએશનથી કમાણી કરતા ઈન્ફ્લુએન્સર્સ માટે એક નવો કોડ રજૂ કર્યો છે.
નવા કોડ ઈન્ફ્લુએન્સર્સને કેવી રીતે કરશે અસર
ઇન્કમ ટેક્સ વિભાગે 16021 કોડ રજૂ કર્યો છે. આ કોડને આઈટીઆર-3 અને આઈટીઆર-4 બંનેમાં ‘પ્રોફેશન’ કેટેગરી હેઠળ એક્સેસ કરી શકાય છે. તેનાથી ક્રિએટર્સ, ઓનલાઈન કોચ અને બ્લોગર્સ માટે પાલન સરળ બનાવે છે. હવે ઈન્ફ્લુએન્સર્સને પોતાની આવકનું સ્તર અને અનુમાનિત ઈન્કમટેક્સ વિકલ્પના આધાર પર આઈટીઆર-3 અથવા આઈટીઆર-4 પૈકી કોઈ એકની પસંદગી કરવી પડશે. આ એક સરળ યોજના છે. જે વ્યવસાયિકોને પોતાની આવકની એક નક્કી કરેલી આવક ટકાવારીના રૂપમાં જાહેર કરે છે અને ડિટેલ્ડ બુક રાખીને મેન્ટેન કરવાથી બચવાની મંજૂરી આપે છે.
ઈન્ફ્લુએન્સર્સે કરવો પડશે ITR-4નો ઉપયોગ
નિષ્ણાતોના મતાનુસાર, જો કોઈ ઇન્ફ્લુએન્સર્સ કલમ 44ADA હેઠળ અનુમાનિત ટેક્સનો વિકલ્પ પસંદ કરી રહ્યો છે તો તેણે ITR-4 નો ઉપયોગ કરવો જોઈએ. જો તેને મળતી રોકડ આવક અને કુલ આવકના 5 ટકા કરતા ઓછી હોય તો તે 50 લાખ રૂપિયા સુધીની કુલ આવક ધરાવતા અને 75 લાખ રૂપિયા સુધીની આવક ધરાવતા વ્યાવસાયિકોને લાગુ પડે છે. બિઝનેસ આવકમાંથી કમાણી કરનારા માટે કલમ 44ADA હેઠળ 2થી 3 કરોડની કમાણી કરનાર માટે 8 ટકા (ડિજિટલ ચુકવણી કરનાર માટે 6 ટકા) અનુમાનિત દરની મંજૂરી આપે છે.
ઉલ્લેખનીય છે કે, ITR-4 એ વ્યક્તિઓ, એચયુએફ અને ભારતમાં કામ કરતી ભાગીદારી પેઢીઓ માટે છે. આ લોકો કલમ 44AD, 44ADA અથવા 44AE હેઠળ અનુમાનિત કરવેરા યોજના પસંદ કરે છે.
આ પણ વાંચો…કેટલાક સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સ ભારત વિરોધી કામ કરી રહ્યા છે; સ્ટેન્ડીંગ કમિટીનો પત્ર