ભારતે કેનેડાના 6 રાજદ્વારીઓ દેશ છોડવા કર્યો હુકમ: આ તારીખ પહેલા છોડવો પડશે દેશ
નવી દિલ્હી: કેનેડામાં ભારતના હાઇ કમિશનર અને અન્ય રાજદ્વારીઓને અખાલિસ્તાની સમર્થક પ્રદિપસિંહ ની હત્યાની તપાસમાં જોડવામાં આવતા ભારતે કડક દાખવ્યું છે. ભારત કેનેડામાં તેના હાઈ કમિશનર અને અન્ય લક્ષિત રાજદ્વારીઓ અને અધિકારીઓને પાછા બોલાવી રહ્યું છે. કેનેડાના વાહિયાત અને હાસ્યાસ્પદ કરાયેલા આરોપો બાદ આ નિર્ણય લેવામાં આવ્યો છે.
અગાઉ, ભારતે કેનેડાના ડેપ્યુટી હાઈ કમિશનર સ્ટુઅર્ટ વ્હીલરને આ અંગે સખત નારાજગી વ્યક્ત કરી હતી અને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે ભારતીય હાઈ કમિશનર અને અન્ય રાજદ્વારીઓને ખોટી રીતે નિશાન બનાવવું સંપૂર્ણપણે અસ્વીકાર્ય છે. કેનેડામાં ભારતીય રાજદ્વારીઓની સુરક્ષા માટે વર્તમાન ટ્રુડો સરકારની પ્રતિબદ્ધતામાં અમને બિલકુલ વિશ્વાસ નથી. આ સાથે ચેતવણી આપતા ભારતે કહ્યું હતું કે ભારતીય હાઇ કમિશનર અને અન્ય રાજદ્વારીઓને પાયાવિહોણા આરોપોમાં મનમાની રીતે ફસાવવાની કેનેડાની સરકારની આ ચાલની સામે કાર્યવાહીના નિર્ણયનો અધિકાર ભારત પાસે સુરક્ષિત રહેશે.
કેનેડાના રાજદ્વારીઓને ભારત છોડવા આદેશ:
આ પરિસ્થિતિની વચ્ચે, ભારત સરકારે કડક પગલાં લીધા છે અને છ કેનેડિયન રાજદ્વારીઓને હાંકી કાઢવાનો હુકમ કર્યો છે. આ અંગે માહિતી આપતા વિદેશ મંત્રાલયે જણાવ્યું હતું કે આ રાજદ્વારીઓમાં કાર્યકારી હાઈ કમિશનર સ્ટીવર્ટ રોસ વ્હીલર, ડેપ્યુટી હાઈ કમિશનર પેટ્રિક હેબર્ટ, ફર્સ્ટ સેક્રેટરી મેરી કેથરીન જોલી, ફર્સ્ટ સેક્રેટરી લેન રોસ ડેવિડ ટ્રાઈટ્સ, ફર્સ્ટ સેક્રેટરી એડમ જેમ્સ ચુઈપકા, ફર્સ્ટ સેક્રેટરી પૌલાનો સમાવેશ થાય છે. ઓર્જુએલા. તેઓએ શનિવાર, 19 ઓક્ટોબર, 2024ના રોજ રાત્રે 11:59 વાગ્યે અથવા તે પહેલાં ભારત છોડવું પડશે.
મંત્રાલયે કહ્યું કેનેડા સરકારની રાજરમત:
મંત્રાલયે કહ્યું કે કેનેડાના વડાપ્રધાન ટ્રુડોએ સપ્ટેમ્બર 2023માં કેટલાક આરોપો લગાવ્યા હતા, પરંતુ અમારાં અનુરોધો બાદ પણ કેનેડા સરકારે ભારત સરકાર સાથે એક પણ પુરાવા રજૂ કર્યા નથી. કેનેડા દ્વારા આ નવું કદમ તે વાટાઘાટો બાદ લેવામાં ઉઠાવવામાં આવ્યુ છે જેમાં ફરી એકવાર પાયાવિહોણા દાવા કરવામાં આવ્યા છે. તેમાં કોઈ શંકા નથી કે તપાસના નામે રાજકીય લાભ ખાટવા માટે ભારતને બદનામ કરવાની આ એક વ્યૂહરચના છે. ભારતીય રાજદ્વારીઓને નિશાન બનાવવા આ નવો ઘટનાક્રમ હવે તે દિશામાં આગળનું પગલું છે.