તમાકુ કંપનીઓ પર સરકાર નિયંત્રણો લાદી શકે છે, આ કંપનીઓના શેર તૂટ્યા

મુંબઈ: તમાકુ સેક્ટરના ફોરેન ડાયરેક્ટ ઈન્વેસ્ટમેન્ટ (FDI) પર આગામી દિવસોમાં નિયંત્રણો(restrictions on tobacco sector) લાદવામાં આવી શકે છે. એક ન્યુઝ ચેનલના જણાવ્યા મુજબ કે સરકાર સિગારેટ ઉત્પાદક કંપનીઓ માટે એફડીઆઈ પરના નિયંત્રણો વધરવા વિચાર કરી રહી છે.
હાલમાં, સરકારી નિયમો મુજબ તમાકુ ઉત્પાદનોના ઉત્પાદનમાં એફડીઆઈની પરવાનગી નથી.
રિપોર્ટમાં જણાવ્યા મુજબ, તેમાં ટેક્નોલોજી ટાઈ અપમાં વિદેશી રોકાણને પર રોક લગાવવાનો પણ સમાવેશ થઈ શકે છે. દરખાસ્ત મુજબ, તમાકુ ઉત્પાદનોની કોઈપણ ફ્રેન્ચાઈઝી, ટ્રેડમાર્ક અને તમાકુની કોઈપણ બ્રાન્ડિંગ પર ટૂંક સમયમાં એફડીઆઈ પ્રતિબંધો લાદવામાં આવી શકે છે.
આ પણ વાંચો : HDFC Bankના ખાતાધારકોને હવે જોવા મળે આ ખાસ વસ્તુ, અત્યારે જ જાણી લેજો, નહીંતર…
આ અહેવાલને પગલે ITC, ગોડફ્રે ફિલિપ્સ, VST ઈન્ડસ્ટ્રીઝ, NTC ઈન્ડસ્ટ્રીઝ અને ગોલ્ડન ટોબેકોના શેરમાં 1-3 ટકાની વચ્ચેનો ઘટાડો નોંધાયો હતો.
આ પ્રપોઝલ હાલમાં વાણિજ્ય મંત્રાલય સમક્ષ વિચારણા હેઠળ છે અને મંજૂરી માટે કેબિનેટને મોકલવામાં આવી શકે છે.
સિગારેટ અને તમાકુ ઉદ્યોગ માટેના નિયમોમાં ફેરફાર મોટી કંપનીઓને અસર કરશે. તમાકુ ઉદ્યોગને ઘણીવાર નિયમનકારી પ્રતિબંધોનો સામનો કરવો પડે છે, ખાસ કરીને દર કેન્દ્રીય બજેટ પહેલા ટેક્સ વધારાની સંભાવના બની રહે છે.
તમાકુના સેવનથી સ્વાસ્થ્ય પર થતી અસર માટે જાગરૂકતા ઝુંબેશને કારણે સિગારેટના વપરાશમાં ઘટાડો થઇ શકે છે. વિશ્લેષકોએ ધ્યાન દોર્યું છે કે FY19 થી FY23 સુધી, VST ઈન્ડસ્ટ્રીઝ માટે સિગારેટના જથ્થામાં થોડો ઘટાડો થયો છે, જે 8556 મિલિયન યુનિટ્સથી 8253 મિલિયન યુનિટ્સ થયો છે.