અગ્નિવીરો માટે ખુશ ખબર, ટૂંક સમયમાં સરકાર કરી શકે છે મોટી જાહેરાત

નવી દિહી: અગ્નિવીરો માટે સરકાર ટૂંક સમયમાં મહત્વની જાહેરાત કરી શકે છે. અહેવાલો મુજબ અગ્નિવીરો(Agniveer)ને 4 વર્ષના સમયગાળા બાદ સેનામાં રાખવાની મર્યાદા વધારવામાં આવી શકે છે. આ ઉપરાંત અગ્નિવીરોના પગારમાં પણ વધારો કરવામાં આવી શકે છે. જોકે, આ અંગે હજુ સુધી સત્તાવાર રીતે કંઈ જાહેરાત કરવામાં આવી નથી.
એક મીડિયા અહેવાલમાં સૂત્રોને ટાંકીને કહેવામાં આવ્યું છે કે સરકાર અગ્નિપથ યોજનામાં કેટલાક ફેરફારોની યોજના બનાવી રહી છે. આ અંતર્ગત સેનામાં વધુ અગ્નિવીરને જાળવી રાખવામાં આવશે. તેમના પગારમાં પણ ફેરફાર થઈ શકે છે.
સરકારે વર્ષ 2022માં અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. એ સમયે આ યોજનાનો ભારે વિરોધ કરવામાં આવ્યો હતો, દેશવ્યાપી આંદોલનો પણ થયા હતા. કોંગ્રેસે આ યોનાને દેશની સુરક્ષા સાથે છેડછાડ ગણાવી છે. રાહુલ ગાંધી સહીત ઘણા વિપક્ષી નેતાઓ આ યોજના રદ કરવાની માંગ કરી ચુક્યા છે. ભરતી થયેલા અગ્નીવીરોમાં પણ અસંતોષના પણ કેટલાક મેડિયા આહેવાલો પ્રસિદ્ધ થયા હતા. જેના કારણે સરકાર પર આ સ્કીમમાં ફેરફાર કરવાનું દબાણ ઉભું થયું છે.
રિપોર્ટમાં સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓને ટાંકીને કહેવામાં આવ્યું છે કે અગ્નિવીરોને સેવામાં રિટેઇન કરવાની મર્યાદા વધારવા માટે ચર્ચા ચાલી રહી છે. જેમણે ચાર વર્ષની સેવા પૂરી કરી છે એવા વધુ અગ્નિવીર સેનાનો ભાગ બની શકશે, હાલમાં આ મર્યાદા 25 ટકા છે.
સરકારે વર્ષ 2022માં અગ્નિપથ યોજનાની જાહેરાત કરી હતી. યોજના હેઠળ, અગ્નિવીરને ત્રણેય સૈન્ય સેવાઓમાં ચાર વર્ષ માટે નિયુક્ત કરવાની જાહેરાત કરવામાં આવી નથી.