ભારત સરકારે રાફેલ જેટ ઉપરાંત આ હથિયારોની ખરીદીને પણ મંજુરીએ આપી

નવી દિલ્હી: ગઈ કાલે ગુરુવારે સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહની અધ્યક્ષતા હેઠળની ડિફેન્સ એક્વિઝિશન કમિટી (DAC) એ 3.6 લાખ કરોડનાં ખર્ચે હથિયારો અને સંરક્ષણ સામગ્રી ખરીદવાને મંજુરી આપી હતી. ફ્રાંસ પાસેથી 114 રાફેલ ફાઈટર જેટ ખરીદવાની મંજુરી અંગે ચર્ચા થઇ રહી છે, આ ઉપરાંત રશિયા પાસેથી ₹10,000 કરોડના ખર્ચે 288 S-400 મિસાઇલો ખરીદવાની પણ મંજૂરી આપવામાં આવી છે.
નોંધનીય છે કે ગત વર્ષે ઓપરેશન સિંદૂર બાદ પાકિસ્તાન સામેના સશસ્ત્ર સંઘર્ષમાં S-400 મિસાઇલોએ મહત્વની ભૂમિકા ભજવી હતી, ઇન્વેન્ટરીને ફરીથી ભરવા અને લાંબા-અંતરની અને ટૂંકા-અંતરની સર્ફેસ-ટૂ- એર મિસાઈલ સિસ્ટમ્સનો સ્ટોક કરવા આ મંજુરી આપવામાં આવી છે.
અહેવાલ મુજબ 120 ટૂંકા અંતરની મિસાઇલો અને 168 લાંબા અંતરની મિસાઇલો ખરીદવા મંજુરી આપવામાં આવી છે. ફાસ્ટ ટ્રેક પ્રોસિજર (FTP) મારફતે આ ખરીદી કરવામાં આવશે. નોંધનીય છે કે અગાઉ થયેલા સોદા હેઠળ ભારતને આ વર્ષે જૂન અને નવેમ્બરમાં બે વધુ બે S-400 સિસ્ટમ મેળવાની છે
ભારતીય વાયુસેના રશિયા પાસેથી પેન્ટસિર શોર્ટ-રેન્જ સિસ્ટમ સાથે પાંચ વધુ S-400 સિસ્ટમ ખરીદવા ઈચ્છે છે. રશિયન મિસાઇલ સિસ્ટમ આર્મ્ડ અને કામિકાઝ ડ્રોનને તોડી પાડવા સક્ષમ છે. S-400 અને પેન્ટસિર મિસાઇલ સિસ્ટમ મળીને ટૂ-લેયર એર ડિફેન્સ સિસ્ટમ બનાવી શકે છે.
ભારતીય વાયુસેના (IAF) માટે કોમ્બેટ મિસાઇલો અને એર-શીપ-બેસ્ડ હાઇ એલ્ટિટ્યુડ સ્યુડો-સેટેલાઇટની ખરીદીની માટે મંજૂરી આપવામાં આવી હતી.
ભારતીય સેના માટે, એન્ટી-ટેન્ક માઇન્સ (વિભાવ) ની ખરીદી અને આર્મર્ડ રિકવરી વ્હીકલ્સ (ARVs) માટે ઓવરહોલ વ્હિકલ પ્લેટફોર્મ, T-72 ટેન્ક અને ઇન્ફન્ટ્રી કોમ્બેટ વ્હીકલ્સ (BMP-II) ની ખરીદી માટે મંજૂરી આપી છે.
DACએ નેવી માટે 04 MW મરીન ગેસ ટર્બાઇન-બેસ્ડ ઇલેક્ટ્રિક પાવર જનરેટર અને P-8I લોંગ રેન્જ મેરીટાઇમ રિકોનિસન્સ એરક્રાફ્ટ માટે મંજૂરી આપી હતી.
ભારત સરકારે નાણાકીય વર્ષ 2026-27 માટેના બજેટમાં 7.84 લાખ કરોડ રૂપિયા ફાળવ્યા છે કે કુલ બજેટ ફાળવણીની કુલ ફાળવણીના 14.7 ટકા છે.
આપણ વાંચો: યુએસ સાથેની ડીલમાં ભારતને ટેક્સટાઇલ મામલે મોટો ફાયદો મળશે! પીયુષ ગોયલની જાહેરાત



