બીજા લગ્ન કરવા લેવી પડશે સરકારની મંજૂરીઃ આ રાજ્યની સરકારે યાદ અપાવ્યો નિયમ

હિન્દુ મેરેજ એક્ટ અનુસાર પહેલી પત્નીની હયાતીમાં બીજા લગ્ન કરવાનું ગેરકાયદે છે, તેમ છતાં આ પ્રકારે લગ્નો થતા હોય છે. વળી, દેશમાં ધર્મ-જાતિ પ્રમાણે અલગ કાયદા છે. ત્યારે આસામ સરકારે અગાઉ લીધોલો નિર્ણય ફરી કર્મચારીઓને યાદ અપાવ્યો હતો.
જ્યાં સુધી કર્મચારીઓના જીવનસાથી જીવિત છે ત્યાં સુધી તેઓ બીજા લગ્ન કરી શકશે નહી. જો બીજા લગ્ન કરશે તો દંડાત્મક કાર્યવાહી કરાશે. પછી ભલે પર્સનલ લોમાં બીજા લગ્ન કરવાની અનુમતિ હોય. પરંતુ જીવનસાથી હયાત હશે અને બીજા લગ્ન કરવા હશે તો તમારે સરકારની અનુમતિ લેવી પડશે. આ નિર્ણય છે અસમ સરકારનો છે. રાજ્યના મુખ્ય પ્રધાન હિંમતા બિસ્વા શર્માએ આ નિર્ણય લીધો છે. જો કે છૂટાછેડા અંગે કોઇ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. આ આદેશ તાત્કાલિક ધોરણે લાગુ કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવાની માહિતી અહેવાલ દ્વારા મળી છે.
રાજ્યમાં સરકારી કામકાજ માટે એકથી વધુ લગ્ન પર પ્રતિબંધ સંબંધિત રાજ્ય સરકારના પરિપત્ર પર અસમના પ્રધાન હિમંત બિસ્વા સરમાએ કહ્યું કે આ નિયમ પહેલા પણ હતો, પરંતુ અમે તેને લાગુ નહોતો કર્યો. પરંતુ હવે તેને લાગુ કરવાનો નિર્ણય કર્યો છે.
આ અંગે મુખ્ય સેક્રેટરી નીરજ વર્માએ જણાવ્યું કે આ સૂચનાપત્ર 20 ઓક્ટોબરે જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ ગુરુવારે અમને આ અંગે જાણ થઇ. જેમા કહેવામાં આવ્યું છે કે અસમ સિવિલ સેવા નિયમાવલી 1965 હેઠળ નિયમ 26ની જોગવાઈ અનુસાર આ જાહેર કરવામાં આવ્યું છે. આદેશમાં કહેવામાં આવ્યું છે કે ઉપરોક્ત જોગવાઈના અનુસાર નિયમના ભંગ બદલ અધિકારી-કર્મચારી સામે સેવાનિવૃત્તિ સહિત દંડ ભરવા માટે વિભાગ કાર્યવાહી કરી શકે છે. આવા મામલા સામે આવે તો આવશ્યક કાર્યવાહી કરવા પણ જણાવ્યું છે.