નવી દિલ્હીઃ ચીનમાં એચએનપીવી વાઈરસના વધતા સંક્રમણ વચ્ચે ભારતમાં પણ કેસ પોઝિટિવ જોવા મળ્યા પછી આરોગ્ય પ્રશાસન ફરી હરકતમાં આવી ગયું છે. કર્ણાટક, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં કેસ નોંધાયા પછી દેશના નાગરિકોમાં બીમારીને લઈ દહેશત ઊભી થઈ છે.
આ મુદ્દે સરકાર પણ સાવધાની રાખવાના અધિકારીઓને આદેશ આપવામાં આવ્યા છે. આરોગ્ય વિભાગ દ્વારા જારી કરવામાં આવેલી એડવાઈઝરીમાં જણાવ્યું છે કે લોકોએ પેનિક થવું નહીં અને આ રોગ પહેલા પણ હતો. જોકે, લોકોએ સાવધાની રાખવાની સલાહ આપવામાં આવી છે.
દરમિયાન આ મુદ્દે આરોગ્ય પ્રધાન જેપી નડ્ડાએ આજે મહત્ત્વનું નિવેદન આપ્યું હતું. જેપી નડ્ડાએ કહ્યું હતું કે એચએમપીવી વાઈરસથી ગભરાવવું નહીં અને અમે તેનું મોનિટરિંગ કરી રહ્યા છીએ. આ કોઈ નવો વાઈરસ નથી અને એની ઓળખ પણ 2001માં થઈ હતી. અમે તૈયાર છીએ અને જરુરી તમામ પગલાં લેવામાં આવી રહ્યા છે.
આપણ વાંચો: World AIDS Day 2024: ગુજરાતમાં એઇડસના સંક્રમણમાં થયો આટલો ઘટાડો, જાણો નવા વર્ષની જાગરૂકતા થીમ
ચીનમાં એચએનપીવીના કેસ નોંધાયા પછી ભારતમાં કેસ નોંધાયા પછી આ મુદ્દે જાણીતા તબીબ ડોક્ટર કુણાલ સરકારે આ વાઈરસ મુદ્દે ચેતવણી આપતા કહ્યું હતું કે સરકારે સાવચેતી રાખવી જોઈએ અને જરુરી પગલાં ભરીને નાગરિકોને વાઈરસથી બચાવવા જોઈએ. જેમ તેઓ દેશની સરહદોનું રક્ષણ કરે છે.
દરમિયાન ડોક્ટરે વધુમાં કહ્યું હતું કે એચમપી વાઈરસ એક આરએનએ-સ્ટ્રેન્ડ અસરગ્રસ્ત વાઈરસ છે, જે ચેપી હોવા છતાં કોવિડ-19 જેટલો ગંભીર નથી. જ્યારે તેના સામાન્ય લક્ષણોમાં તાવ, ઉધરસ અને શરદીનો સમાવેશ થાય છે, જેને આરટી-પીસીઆર ટેસ્ટ દ્વારા પણ ઓળખી શકાય છે. સરકારની એડવાઈઝરીમાં નીચે મુજબની તકેદારી રાખવાનો નિર્દેશ કર્યો છે.
આપણ વાંચો: ગુજરાતમાં ચાંદીપુરાના સંક્રમણની સ્થિતિ સંપૂર્ણપણે નિયંત્રણમાંઃ આરોગ્ય પ્રધાન
- હોસ્પિટલને શ્વાસોશ્વાસ સંબંધિત બીમારીના દર્દીના રિયલ ટાઈમ રિપોર્ટ નોંધ કરો
- સીવર એક્યુટ રિસ્પાઈટરી ઈન્ફેક્શન સંબંધિત દર્દીને તાત્કાલિક ઈન્ટિગ્રેટેડ ડિસીસ સર્વેલન્સ પ્રોગ્રામવાળા પોર્ટલમાં એન્ટ્રી કરાવો
- હોસ્પિટલમાં જ્યારે પણ કોઈ શંકાસ્પદ દર્દી આવે તો આઈસોલેશનની વ્યવસ્થા અને તાત્કાલિક અસરથી તેમની સારવાર કરવામાં આવે. અન્ય લોકોને ચેપ લાગે નહીં એની પણ તકેદારી રાખે
- સરકારી હોસ્પિટલ પણ ખાનગી હોસ્પિટલ સાથે સંકલન કરીને સંબંધિત દર્દીની તત્કાળ ઉપચાર થાય તેની વ્યવસ્થા કરે. દર્દીને કોઈ પણ પ્રકારની મુશ્કેલી પડે નહીં તેનું ધ્યાન રાખે.
- બીમારીને લઈ સફાઈથી લઈ અન્ય બાબતનું ધ્યાન રાખો. એના સિવાય દર્દીઓ માટે વેન્ટિલેટરની અછત સર્જાય નહીં તેનું ધ્યાન રાખે. હોસ્પિટલમાં ડોક્ટર અને પેરામેડિકલ સ્ટાફને તૈયાર રાખવામાં આવે. સરકારે હેલ્પલાઈન નંબર પણ જારી કર્યો છે. 011-22307145 અથવા 011-22300012 તેમ જ phw4delhi@yahoo.com પર લખી શકો છો.