નેશનલ

ગોપાલગંજઃ પુજારીની ક્રૂરતાપૂર્વક હત્યાનું કારણ બહાર આવ્યું તો સો કોઈ ચોંકી ગયા

ગોપાલગંજઃ તાજેતરમાં જ બિહારના ગોપાલગંજમાં એક પુજારીની હત્યા કરવામાં આવી હતી. તેના મૃતદેહ સાથે પણ ક્રૂરતા આચરવામાં આવી હોવાનું અહેવાલોમાં જણાયું હતું. બંનેની આંખો બહાર કાઢવામાં આવી. આ ઉપરાંત જીભ અને ગુપ્તાંગ પણ કાપવામાં આવ્યા હતા. પોલીસે આ હત્યા કેસનો ખુલાસો કર્યો છે ત્યારે પુજારી સાથે થયેલા અત્યાચારથી પોલીસ પણ ચોંકી ગઈ હતી. બિહારના ગોપાલગંજમાં થયેલા પુજારી હત્યા કેસનો પોલીસે ખુલાસો કર્યો છે. આ ઘટનાને તેની પરિણીત પ્રેમિકાએ તેની કાકી અને ભાઈ સાથે મળીને અંજામ આપ્યો હતો. તેની પાછળનું કારણ એ હતું કે પુજારી તેને અશ્લીલ વીડિયો દ્વારા બ્લેકમેલ કરતો હતો. આ વાતથી નારાજ અને હેરાન થયેલી પ્રેમિકાએ તેને આવું મોત આપ્યું હોવાના ખુલાસાથી સૌ કોઈ આશ્ચર્યમાં પડ્યા છે.

ડીઆઈજી વિકાસ કુમારે જણાવ્યું કે આરોપીએ પોલીસને આપેલા નિવેદનમાં જણાવ્યું કે મનોજ કુમાર તેની ગર્લફ્રેન્ડ નેહા કુમારીના લગ્ન પછી પણ અશ્લીલ વીડિયો વાયરલ કરવાની ધમકી આપતો હતો. આ દરમિયાન નેહા તેના પિતરાઈ ભાઈના લગ્નમાં હાજરી આપવા તેના માતા-પિતાના ઘરે આવી હતી. આ દરમિયાન પુજારીએ તેને બ્લેકમેલ કરવાનું શરૂ કર્યું. આનાથી નારાજ થઈને પ્રેમિકાએ તેના ભાઈ અને કાકી સાથે મળીને તેને પોતાના ઘરે બોલાવ્યો હતો. લગભગ ચાર દિવસ સુધી બંધક રાખ્યા બાદ તેની હત્યા કરવામાં આવી હતી. 16 ડિસેમ્બરે ગામની જ ઝાડીમાંથી તેનો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યા બાદ તેની બંને આંખો કાઢી લેવામાં આવી હતી. જીભ અને ગુપ્તાંગ પણ કાપવામાં આવ્યા હતા. પુજારી મનોજ 10 ડિસેમ્બરે મંદિરમાંથી ગુમ થઈ થયો હતો. આ અંગે તેના ભાઈ અશોકે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પરંતુ, પોલીસે આ બાબતને ગંભીરતાથી લીધી ન હોવાના આક્ષેપો થયા હતા. જોકે ચાર દિવસ બાદ તેની લાશ મળતા મામલો ગંભીર બન્યો હતો.

પુજારીની ઘાતકી હત્યા બાદ રોષે ભરાયેલા ટોળાએ હોબાળો મચાવ્યો હતો. પોલીસ ટીમ પર પથ્થરમારો પણ થયો હતો. તેમજ પોલીસના વાહનને પણ નુકસાન થયું હતું. આ દરમિયાન પોલીસે એરિયલ ફાયરિંગ પણ કરવું પડ્યું હતું. ડીઆઈજી વિકાસ કુમારે કહ્યું કે આ હત્યા કેસમાં માંઝા પોલીસ સ્ટેશનમાં એફઆઈઆર નોંધવામાં આવી હતી અને તપાસ કરવામાં આવી હતી. એસડીપીઓના નેતૃત્વમાં એસઆઈટીની રચના કરવામાં આવી હતી, જેમાં જાણવા મળ્યું હતું કે મનોજને તે જ ગામની એક છોકરી સાથે પ્રેમ સંબંધ હતો. યુવતીના લગ્ન થયા બાદ તે તેને બ્લેકમેલ કરતો હતો. બદલામાં, યુવતીએ તેના ભાઈ અને અન્ય સંબંધી સાથે મળીને હત્યા કરી હોવાનું તપાસમાં ખૂલ્યું છે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button