નેશનલ

ગોપાલ ખેમકા હત્યા કેસ: એક આરોપી એનકાઉન્ટરમાં માર્યો ગયો, માસ્ટરમાઇન્ડની ધરપકડ

પટના: બિહારમાં વિધાનસભા ચૂંટણીના ધમધમાટ વચ્ચે રાજધાની પટનામાં ઉદ્યોગપતિ ગોપાલ ખેમકાની હત્યા થતા ખળભળાટ મચી (Gopal Khemka Murder case) ગયો છે, આ મામલે રાજકારણ પણ ગરમાયું છે. આ મામલે પોલીસ ઝડપથી તપાસ કરી રહી છે. એવામાં અહેવાલ છે કે આ કેસમાં આરોપી વિકાસ ઉર્ફે રાજા પોલીસ સાથેના એનકાઉન્ટરમાં માર્યો ગયો છે. આ ઉપરાંત કેસમાં પટનાના લોખંડના સળિયાના વેપારી અશોક કુમાર સાઓને કસ્ટડીમાં લેવામાં આવ્યો છે, પોલીસને શંકા છે કે આ હત્યા પાછળનું મખ્ય કારણ મુખ્ય કારણ જમીન વિવાદ હોઈ શકે છે.

મળતી માહિતી મુજબ પટના શહેરના મોલ સલામી વિસ્તારમાં પોલીસ સાથેના એન્કાઉન્ટરમાં આરોપી વિકાસ ઉર્ફે રાજાનું મોત થયું છે. રાજાએ આ હત્યા માટે હથિયાર પૂરું પાડ્યું હતું. પોલીસ તેની ધરપકડ માટે પહોંચી ત્યારે એન્કાઉન્ટર થયું હતું, જેમાં ગોળી વાગતા રાજા માર્યો ગયો. ઘટનાસ્થળેથી એક પિસ્તોલ અને ગોળીઓ જપ્ત કરવામાં આવી છે. રાજાના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે.

વેપારીની ધરપકડ:

આ હાઇપ્રોફાઇલ કેસમાં અત્યાર સુધીમાં બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. પોલીસે અગાઉ મુખ્ય શૂટર ઉમેશ યાદવ ઉર્ફે વિજયની ધરપકડ કરી હતી, હવે વેપારી અશોક કુમાર સાઓને પણ કસ્ટડીમાં લેવામાં આવ્યા છે. પોલીસે પટનાના ઉદયગીરી એપાર્ટમેન્ટના ફ્લેટ નંબર 601 પર દરોડો પાડીને અશોક કુમારની ધરપકડ કરી હતી. અશોક કુમારનો સાથી રાજા એન્કાઉન્ટરમાં માર્યો ગયો.

આટલા લાખની સોપારી આપવામાં આવી:

પોલીસ સૂત્રોના જણાવ્યા મુજબ ગોપાલ ખેમકાની હત્યા માટે અશોક કુમાર સોઓએ ઉમેશ યાદવેને 3.5 લાખ રૂપિયાની સોપારી આપી હતી. પૂછપરછ દરમિયાન ઉમેશે કરેલા ખુલસા બાદ, પોલીસને અશોકના ઠેકાણા પર દરોડા પડ્યા હતાં.

પૂછપરછ દરમિયાન ઉમેશે આપેલી માહિતી મુજબ, પોલીસે હત્યામાં વપરાયેલી પિસ્તોલ અને સ્કૂટી જપ્ત કર્યા છે. આ ઉપરાંત તેની પાસેથી 3 લાખ રૂપિયા રોકડા પણ જપ્ત કરવામાં આવ્યા છે. પોલીસને શંકા છે કે જમીન વિવાદ અથવા ધંધામાં દુશ્મનાવટ મામલે આ હત્યા કરવામાં આવી છે.

આપણ વાંચો:  તંદુરસ્તી-મનદુરસ્તી : હઠયોગ માટે સૌથી મહત્ત્વનું છે કુંડલિની જાગરણ

અશોક કુમાર સાવની પુછપરછ દરમિયાન વધુ મોટા નામો બહાર આવી શકે છે. શનિવારે શહેરની પનાસ હોટલ પાસે ગોપાલ ખેમકા પર ગોળીબાર કરવામાં આવ્યો હતો, જેમાં તેનું મોત નીપજ્યું હતું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને

Savan

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.
Back to top button