ગુગલ ભારતમાં અરબો ડોલરનું રોકાણ કરશે, આ રાજ્યમાં વિશાળ AI હબ બનાવશે | મુંબઈ સમાચાર
ઇન્ટરનેશનલનેશનલ

ગુગલ ભારતમાં અરબો ડોલરનું રોકાણ કરશે, આ રાજ્યમાં વિશાળ AI હબ બનાવશે

નવી દિલ્હી: કેન્દ્ર સરકાર ભારતને IT હબ બનાવવા માટે પ્રયાસ કરી રહી છે, સરકારનાં પ્રયાસને મોટો ટેકો મળ્યો છે. યુએસની IT જાયન્ટ ગુગલે મંગળવારે મોટી જાહેરાત કરી છે. ગુગલે જાહેરાત કરી કે આગામી પાંચ વર્ષમાં તે ભારતમાં 15 બિલિયન ડોલરનું રોકાણ કરશે. ગુગલે આંધ્રપ્રદેશમાં એક વિશાળ ડેટા સેન્ટર અને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ સ્થપાવાની જાહેરાત કરી છે.

કેન્દ્રીય પ્રધાન નિર્મલા સીતારમણ અને અશ્વિની વૈષ્ણવ, આંધ્રપ્રદેશના મુખ્ય પ્રધાન એન ચંદ્રબાબુ નાયડુ અને રાજ્યના આઈટી મંત્રી નારા લોકેશની હાજરીમાં દિલ્હીમાં ગૂગલ સાથે કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતાં. આ દરમિયાન ગૂગલ ક્લાઉડના સીઈઓ થોમસ કુરિયને જણાવ્યું કે ભારતમાં બનનારું આ AI હબ, અમેરિકાની બહાર ગુગલનું સૌથી મોટું AI હબ હશે.

અહેવાલ મુજબ ગુગલ આન્ધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમમાં 1-ગીગાવોટ ડેટા સેન્ટર કેમ્પસ બનાવશે, જેમાં AI ઈન્ફ્રાસ્ટ્રક્ચર, લાર્જ સ્કેલ એનર્જી સોર્સ અને એક્ષ્પાન્ડેડ ફાઈબર-ઓપ્ટિક નેટવર્કનો સમાવેશ થશે.

ભારત એક વિશાળ બજાર:

મોટી ટેક કંપનીઓ AI સર્વિસને વધતી જતી માંગેને પહોંચી વળવા માટે નવા ડેટા સેન્ટર ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા માટે મોટા રોકાણ કરી રહી છે. માઇક્રોસોફ્ટ અને એમેઝોન ભારતમાં ડેટા સેન્ટર બનાવવા માટે અબજો ડોલરનું રોકાણ કરવાની જાહેરત કરી ચુકી છે. એવામાં ભારતમાં આ ગુગલનું આ રોકાણ મહત્વની રહેશે.

ટેક કંપનીઓ માટે ભારત એક વિશાળ બજાર છે, કેમ કે ભારતમાં 100 કરોડથી વધુ ઈન્ટરનેટ યુઝર્સ છે.

આપણ વાંચો:  અયોધ્યામાં દિવાળીમાં ભવ્ય દીપોત્સવની તૈયારીઓ, ઓનલાઈન દીપ પણ પ્રગટાવી શકાશે

Savan Zalariya

અમદાવાદ સ્થિત પત્રકાર અને નાટ્ય દિગ્દર્શક. વર્ષ 2022થી મુંબઈ સમાચાર સાથે રિપોર્ટર તરીકે ફરજ બજાવી રહ્યા છે. દેશ-વિદેશમાં બનતી મહત્વની ઘટનાઓ, સરકારી નીતિઓ અને ક્રિકેટજગતની ઘટનાઓનું ઊંડુ જ્ઞાન ધરાવે છે. અમદાવાદ-ગુજરાતના નાટ્યજગત સાથે જોડાયેલા છે.

સંબંધિત લેખો

Back to top button