‘ગૂગલ બોય’ને મળી 25 લાખની સ્કોલરશીપ: ઓક્સફોર્ડમાં અભ્યાસ કરશે કૌટિલ્ય પંડિત…

Google Boy Kautilya Pandit: 12 વર્ષ પહેલાં માત્ર 5 વર્ષની ઉંમરે, તેમને વિશ્વભરના દેશોની રાજધાની, ચલણ, વસ્તી અને ભૌગોલિક માહિતી યાદ રાખનાર એક બાળકને હતી ‘કૌન બનેગા કરોડપતિ’ શોમાં પણ આમંત્રણ મળ્યું હતું.
કૌટિલ્ય પંડિત નામનો આ બાળક આજે ‘ગૂગલ બોય’ તરીકે પ્રખ્યાત થયો છે. બાળપણથી અનોખી પ્રતિભા ધરાવતો આ બાળક આજે 17 વર્ષનો યુવાન થઈ ગયો છે. હવે તે ઇંગ્લેન્ડની પ્રતિષ્ઠિત યુનિવર્સિટીમાં વધુ અભ્યાસ માટે જવાની તૈયારી કરી રહ્યો છે.

ઓક્સફર્ડ યુનિવર્સિટીમાં અભ્યાસ કરશે ‘ગૂગલ બોય’
‘ગૂગલ બોય’ તરીકે જાણીતા હરિયાણાના કરનાલના નિવાસી કૌટિલ્ય પંડિત હવે માસ્ટર ડિગ્રીનો અભ્યાસ કરવા માટે ઇંગ્લેન્ડની પ્રતિષ્ઠિત ઓક્સફોર્ડ યુનિવર્સિટી જઈ રહ્યા છે.
તાજેતરમાં જ કૌટિલ્ય પંડિતે જીડી ગોએન્કા સ્કૂલમાંથી 12મું ધોરણ પાસ કર્યું છે. ઓગસ્ટમાં તેમને ઓક્સફોર્ડની બલિઓલ કોલેજ તરફથી પ્રવેશની ઓફર મળી છે અને તેમની ડિગ્રીનો અભ્યાસ ઓક્ટોબરથી શરૂ થશે.
મીડિયા સાથે વાત કરતા કૌટિલ્ય પંડિતે જણાવ્યું કે, “હું આંતરરાષ્ટ્રીય સ્તરની યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે ખૂબ જ ઉત્સાહિત છું. ભૌતિકશાસ્ત્ર તેમનો પ્રિય વિષય રહ્યો છે.”
25 લાખની મળી સ્કોલરશીપ
આમ, માત્ર 17 વર્ષની ઉંમરે, ‘ગૂગલ બોય’ કૌટિલ્ય પંડિત ભૌતિકશાસ્ત્રમાં માસ્ટરનો અભ્યાસ કરશે. ઓક્સફોર્ડ યુનિવર્સિટીમાં કોસ્મોલોજી, પ્લાઝ્મા ફિઝિક્સ, ડાર્ક મેટર, પાર્ટિકલ થિયરી અને માનવતા માટે AI જેવા વિષયોમાં સંશોધન કરશે. તેમને આ માટે 25 લાખ રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી છે.

પરિવાર માટે ગર્વની વાત
કૌટિલ્યના પિતા સતીશ પંડિતે આ ખુશી વ્યક્ત કરતા જણાવ્યું કે, જો કોઈ બાળકમાં જિજ્ઞાસા હોય, તો બુદ્ધિ અને રસ આપોઆપ જન્મે છે. મને આશા છે કે કૌટિલ્ય અભ્યાસ પૂર્ણ કર્યા બાદ દેશ અને માનવતાની સેવા કરશે.
કૌટિલ્યની માતા સુમિત શર્માએ પણ આ ખુશી વ્યક્ત કરતા કહ્યું કે, કૌટિલ્ય બાળપણથી જ પ્રશ્નો પૂછતો રહેતો હતો અને ભણવામાં વધુ સમય વિતાવવા માંગતો હતો.

ઉલ્લેખનીય છે કે, કૌટિલ્યની બહેન દીક્ષા પંડિત યુકેમાં એરોસ્પેસ એન્જિનિયરિંગનો અભ્યાસ કરી રહી છે. ભાઈની આ સિદ્ઘિને રીક્ષાને પરિવાર માટે ગર્વની ક્ષણ ગણાવી છે. દીક્ષાએ જણાવ્યું કે, કૌટિલ્યનું બાળપણથી જ વૈજ્ઞાનિક બનવાનું લક્ષ્ય હતું. તે પ્રતિભાશાળી હોવાની સાથે સંસ્કારી પણ છે.
આ પણ વાંચો…આ કોના માટે Amitabh Bachchanએ શેર કરી પોસ્ટ? વાઈરલ થઈ ગઈ…