
નવી દિલ્હી : દેશમાં શહેરો અને મહાનગરોમાં હાલમાં લીલા શાકભાજી સાથે ડુંગળી, બટાકા અને ટામેટાં જેવી રોજ ઉપયોગમાં લેવાતી વસ્તુઓના ભાવમાં પણ વધારો થયો છે. જેના પગલે કેન્દ્ર સરકારે દેશના શહેરો અને મહાનગરોના લોકોને બટાકા, ડુંગળી, ટામેટાં અને લીલા શાકભાજીની વધતી કિંમતોથી રાહત આપવા માટે મોટી પહેલ કરી છે. સરકારે ક્લસ્ટર સપ્લાય ચેઇન (Cluster Supply Chain)સ્કીમ શરૂ કરી છે. જે હેઠળ ગીચ વસ્તીવાળા વિસ્તારો પાસે 10 થી 12 શાકભાજીની ખેતી કરવામાં આવશે અને ગ્રાહકોને પહોંચાડવામાં આવશે.
વિતરણ માટે સપ્લાય ચેઈન બનાવવાનું કામ શરૂ
જેના પગલે ખેડૂતો અને ગ્રાહકો વચ્ચેની વચેટિયાઓની ચેન ખતમ થઈ જશે. જેનાથી વધતી મોંઘવારીમાંથી લોકોને રાહત મળશે. આ યોજનાનો ઉદ્દેશ્ય લાંબી સપ્લાય ચેઈનને દૂર કરીને ગ્રાહકોને સીધા તાજા શાકભાજી આપવાનો છે.હોર્ટિકલ્ચર ક્લસ્ટર અને વેલ્યુ ચેઈન ડેવલપમેન્ટની આ યોજનામાં કેન્દ્ર સરકારે શહેરો અને મહાનગરોની નજીક મોટા ક્લસ્ટર બનાવીને ખેતી અને તેના વિતરણ માટે સપ્લાય ચેઈન બનાવવાનું કામ શરૂ કર્યું છે.
આ યોજના 2028 સુધીમાં સંપૂર્ણ રીતે લાગુ કરાશે
તેની પ્રથમ બેઠક આ મહિનાની શરૂઆતમાં થઈ હતી. તેની જોગવાઈ આ વખતના કેન્દ્રીય બજેટમાં કરવામાં આવી હતી. 2024-25થી શરૂ થયેલી આ યોજના 2028 સુધીમાં સંપૂર્ણ રીતે લાગુ કરવામાં આવશે.
Also Read –