નેશનલ

રીલ્સ પ્રેમીઓ માટે આનંદના સમાચાર! રીલ્સ બનાવનારને 1 લાખનું ઇનામ આપશે આ રાજ્યની સરકાર

સોશિયલ મીડિયાના જમાનામાં લોકોને રીલ્સ બનાવવાનું જબરું વળગણ હોય છે. કેટલાક લોકો આવી રીલ્સ બનાવીને કમાણી પણ કરતા હોય છે. ત્યારે બિહારની સરકારે આવા ‘રીલવીરો’ ખુશખુશાલ થઇ જાય તેવી એક જાહેરાત કરી છે જેમાં બિહારના પર્યટન સ્થળોની રીલ્સ બનાવનાર વ્યક્તિને સરકારના ટુરિઝમ વિભાગ તરફથી એક લાખ રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. પ્રવાસીઓએ રીલ્સ સ્પર્ધામાં ભાગ લેવાનો રહેશે જેમાં પ્રથમ આવનારને એક લાખ, દ્વિતીય આવનારને 50 હજાર અને તૃતીય સ્થાને આવનારને 25 હજારનું ઇનામ મળશે.

સોશિયલ મીડિયા સાઇટ X પરની બિહાર સરકારે મુકેલી પોસ્ટ મુજબ, રીલ્સ સ્પર્ધામાં ભાગ લેનાર પ્રવાસીઓએ બિહારના પર્યટન સ્થળો, ત્યાંની સાંસ્કૃતિક બાબતો સહિત ખાનપાન પર રીલ્સ બનાવવાની રહેશે અને તેને 15 સપ્ટેમ્બર સુધી પ્રવાસન વિભાગને મોકલી આપવાની રહેશે. તે પછી પ્રવાસન વિભાગ દ્વારા શ્રેષ્ઠ રીલ્સ માટે ઇનામોની જાહેરાત થશે. રીલ્સ બનાવનારે અંદાજે 10થી 60 સેકંડનો વીડિયો બનાવવાનો હશે. ભાગ લેવા માટે પ્રતિસ્પર્ધીએ પહેલા બિહાર ટુરિઝમની વેબસાઇટ પર જઇને રજીસ્ટ્રેશન કરાવવાનું હશે.

આ સ્પર્ધામાં દેશભરમાંથી કોઇપણ વ્યક્તિ ભાગ લઇ શકશે. રીલ્સ બનાવનારે વીડિયોની સાઇઝ 10 એમબીથી લઇને 100 એમબી સુધી હોય તેનું ધ્યાન રાખવાનું હશે. રીલ્સ સ્પર્ધામાં વિજેતા ઉપરાંત ભાગ લેનાર લોકોને પણ 10-10 હજાર રૂપિયાનું સાંત્વના ઇનામ આપવામાં આવશે.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button