નેશનલ

હોમ લોન અને કાર લોન ધારકો માટે સારા સમાચાર, એસબીઆઈ અને આઈઓબીએ વ્યાજ દર ઘટાડ્યા

નવી દિલ્હી : દેશમાં વધી રહેલી મોંધવારી વચ્ચે એસબીઆઈ સહિત અન્ય સરકારી બેંકોએ હોમ લોન સહિત અન્ય વ્યાજ દરમાં ઘટાડાની જાહેરાત કરી છે. જેમાં લીધે હોમ લોન અને કાર લોન ધારકો ઓછા વ્યાજે લોન મેળવી શકશે. એસબીઆઈ અને ઇન્ડિયન ઓવરસીઝ બેંક દ્વારા હોમ લોનના વ્યાજ દરમાં 25 બેસીસ પોઈન્ટનો ઘટાડો જાહેર કર્યો છે. આ ઘટાડા બાદ બેંક ઈબીએલઆર 7.90 ટકા રહેશે.તેમજ તે 15 ડિસેમ્બરના રોજથી અમલી બનશે.

આરબીઆઈ દ્વારા રેપો રેટમાં ઘટાડો કર્યા બાદ બેંકોએ આ ઘટાડો જાહેર કર્યો છે. ત્યારે એસબીઆઈએ પોતાની માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેસ લેન્ડીંગ રેટને (MCLR)તમામ મુદત માટે 5 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે.

જયારે એસબીઆઈ અને આઈઓબી દ્વારા વ્યાજ દરમાં ઘટાડાથી હોમ લોન, વાહન લોન અને વ્યક્તિગત લોનના ગ્રાહકોને સીધો ફાયદો થશે. આ તમામ શ્રેણીના ગ્રાહકો માટે ઈએમઆઈ ઘટાડવામાં આવશે. તેમજ એમએમએમઈ અને કોર્પોરેટ ગ્રાહકો માટે લોનનો ખર્ચ પણ ઘટશે. જેનાથી કાર્યકારી મૂડીની ઉપલબ્ધતા વધશે અને કામગીરી સરળ બનશે અને રોકાણને વેગ મળશે.

ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં સુધારો કર્યો

આ ઉપરાંત એસબીઆઈએ ફિક્સ્ડ ડિપોઝિટના વ્યાજ દરમાં સુધારો કર્યો છે. જેમાં એસબીઆઈએ 2 થી 3 વર્ષ કરતા ઓછી મુદત ધરાવતી ફિક્સ્ડ ડિપોઝિટ પર વ્યાજ દર ઘટાડીને 6.40 ટકા કર્યો છે. તેમજ 444 દિવસની સ્પેશિયલ એફડી સ્કીમ (અમૃત વર્ષા) માટેનો દર 6.60 ટકા થી ઘટાડીને 6.45 ટકા કરવામાં આવ્યો છે. તેમજ અન્ય પાકતી મુદત ધરાવતી એફડી માટેના દર યથાવત રાખવામાં આવ્યા છે.

આ પણ વાંચો…હોમ લોન વધી પણ ખરીદીનો ઉત્સાહ ઘટ્યો, ઘર લેવાનું લોકો કેમ ટાળી રહ્યા છે?

Chandrakant Kanoja

ગુજરાતી ન્યૂઝ ચેનલ તેમજ ડિજિટલ મીડિયા મળીને કુલ 25 વર્ષનો અનુભવ છે. જેમાં 14 વર્ષ સુધી ગુજરાતી અને હિન્દી ઈલેક્ટ્રોનિક્સ મીડિયામાં રિપોર્ટિંગ અને બ્યૂરો ચીફ તરીકેની કામગીરી કરેલી છે. ગુજરાતના રાજકારણ અને સમાજ કારણને ખૂબ જ નજીકથી કવર કર્યું છે. જ્યારે 11 વર્ષનો ડિજિટલ મીડિયાનો અનુભવ ધરાવે છે. પોલિટિકલ, ક્રાઇમ,… More »

સંબંધિત લેખો

Back to top button