નેશનલ

કાર ખરીદનારાઓ માટે Good News, 2024માં Car Loan થઈ આટલી સસ્તી…

2024નું નવું વર્ષ શરુ થઈ ગયું છે અને એની સાથે આ વર્ષે હોમ અને કાર લોન લેનારાઓ માટે રાહતના સમાચાર સામે આવી રહ્યા છે. દેશના ટોચના બેન્કર્સ એવી આશા રાખી રહ્યા છે કે વર્ષ 2024માં હોમ અને ઓટો લોનના વ્યાજ દરમાં 0.5% થી 1.25% સુધીનો ઘટાડો જોવા મળી શકે છે. આ ઘટાડાને કારણે કરન્ટ અને નવા નવા હોમ લોન લેવા માંગતા ગ્રાહકોને ફાયદો થશે.

વાત કરીએ છેલ્લાં દોઢ વર્ષના રેપો રેટની તો એમાં થયેલાં 2.5%ના વધારાને કારણે લોન લેનારાઓના EMI 16 ટકાથી વધીને 23 ટકા પર પહોંચી ગયા હતા. આવી પરિસ્થિતિમાં વ્યાજદરમાં ઘટાડો કરવાથી લોન લેનારાઓને મોટી રાહત મળી શકે છે. બેંકોની કુલ લોનમાં હોમ લોનનો હિસ્સો 47.1% છે જ્યારે ઓટો લોનનો હિસ્સો 12%થી વધુ છે.

નિષ્ણાતોના જણાવ્યા અનુસાર રેપો રેટમાં આ ઘટાડો જૂન કે જુલાઈ મહિનામાં જોવા મળશે અને બેન્કો પણ તેનો લાભ ગ્રાહકોને બે-ત્રણ મહિના પછી જ આપશે. જોકે, કેટલીક બેન્કો ચોક્કસ જ તેનો લાભ ગ્રાહકોને તરત જ આપશે પરંતુ મોટાભાગની બેન્કો તેનો અમલ કરવા માટે થોડો સમય લે છે.

વ્યાજદરમાં થયેલાં ઘટાડાનો લાભ ઉઠાવવા માટે ગ્રાહકોએ માટે લોનને એક્સટર્નલ બેન્ચમાર્ક લિંક્ડ લેન્ડિંગ રેટ (EBLR)માં લોનને કન્વર્ટ કરવી પડશે. EBLR સીધેસીધું રેપો રેટ સાતે હોવાને કારણે EBLR હેઠળ હોમ લોન લેનારાને રેપો રેટના ઘટાડાનો સૌથી ઝડપી લાભ મળી શકશે. અમુક બેન્કોના EBLRમાં હોમ લોનના દર અત્યારે 9 ટકા કરતાં પણ ઓછો છે, જ્યારે તેનો જ્યારે બેઝ રેટ 10.25 ટકા જેટલો છે. બેન્કોએ વર્ષ 2023માં 30મી નવેમ્બર સુધી 45,51,584 કરોડ રૂપિયાની લોન આપી હતી અને 2022ની સરખામણીએ આ પ્રમાણ 18 ટકા જેટલું વધારે હોવાનો મત નિષ્ણાતો દ્વારા વ્યક્ત કરાઈ રહ્યો છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button