નેશનલ

બીએસએનએલના ગ્રાહકો માટે ખુશખબર, જલ્દી મળશે મોબાઇલ નેટવર્કની સમસ્યામાંથી રાહત

નવી દિલ્હી : ભારતીય દૂરસંચાર નિગમ લિમિટેડ(બીએસએનએલ) તેના યુઝર્સને સારી સુવિધા આપવા જઇ રહી છે. જેના લીધે બીએસએનએલના ગ્રાહકોને મોબાઈલ નેટવર્કની સમસ્યામાંથી રાહત મળશે. જેમાં કંપની ગત વર્ષથી દેશભરમાં સ્વદેશી ટેકનોલોજી સાથે 4G મોબાઇલ ટાવર લગાવી રહી છે. સરકારી ટેલિકોમ કંપની તેના મોબાઇલ ટાવર્સમાં સતત વધારો કરી રહી છે. બીએસએનએલ એ સમગ્ર ભારતમાં 1 લાખ નવા 4G મોબાઇલ ટાવર ઇન્સ્ટોલ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. જેથી કંપનીના 9 કરોડથી વધુ ગ્રાહકને વધુ સારી કનેક્ટિવિટી મળી શકે.

84 હજાર 4જી ટાવર લગાવાયા

દૂરસંચાર વિભાગે (DoT)એ સત્તાવાર માધ્યમથી માહિતી આપી છે. જેમાં સ્વદેશી ટેકનોલોજીનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલા 1 લાખ 4G મોબાઇલ ટાવરમાંથી 84 હજાર ઇન્સ્ટોલ થઈ ગયા છે. ટેલિકોમ્યુનિકેશન વિભાગ દ્વારા શેર કરાયેલા 8 સેકન્ડના વિડીયોમાં કહેવામાં આવ્યું છે કે 1 લાખ મોબાઇલ ટાવર લગાવવાનું કામ 83.99 ટકા પૂર્ણ થયું છે.

જૂનમાં 5G સેવા શરૂ કરવાની શકયતા

બીએસએનએલે ગયા વર્ષથી તેના માળખાગત સુવિધાઓમાં સુધારો કરવા પર કામ કરી રહ્યું છે. સરકાર આ માટે કંપનીને નાણાકીય સહાય પણ આપી રહી છે. 1 લાખ નવા 4જી મોબાઈલ ટાવર લગાવ્યા પછી, કંપની તેની 5G સેવા પણ શરૂ કરશે. આ ઉપરાંત કંપની આ વર્ષે જૂનમાં તેની 5G સેવા શરૂ કરી શકે છે.

આપણ વાંચો:  નદીમાંથી મળી આવ્યો પદ્મશ્રીથી સન્માનિત કૃષિ વૈજ્ઞાનિકનો મૃતદેહ! હત્યાની આશંકાએ તપાસ શરૂ

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button