ફ્લાઈટના મુસાફરો માટે રાહતના સમાચારઃ લાંબા સમય વિમાનમાં ઘોંધાઈ રહેવું નહી પડે
નવી દિલ્હીઃ જો તમે ફ્લાઈટમાં મુસાફરી કરતા હોવ તો તમારા માટે એક રાહતના સમાચાર છે. બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી બીસીએએસે નવી ગાઈડલાઈન્સ જાહેર કરતા જણાવ્યું હતું કે બોર્ડિંગ બાદ ફ્લાઈટના સંચાલનમાં વધારે સમય થવા પર પેસેન્જરને એરપોર્ટના ડિપાર્ચર ગેટથી વિમાનમાંથી બાહર જવાની મંજુરી આપવામાં આવશે.
બીસીએએસેની આ નવી માર્ગદર્શિકા ફ્લાઈટમાં વધતા ભીડભાડ અને વધુ સમય લેવાની ઘટનાઓ વચ્ચે આવી છે, જ્યારે મુસાફરોને લાંબો સમય સુધી વિમાનમાં ફસાવું પડતું હોય છે. બીસીએએસના ડિરેક્ટક જનરલ જુલ્ફિકાર હસને જણાવ્યું હતું કે એરલાઈન્સ અને એરપોર્ટ આપરેટરને આ ગાઈડલાઈન 30 માર્ચે આપવામાં આવી અને હવે લાગૂ કરવામાં આવી છે. તેમણે જણાવ્યું હતું કે આ દિશાનિર્દેશ મુસાફરોને થતી હેરાનગતીમાં ઘટાડાને સુનિશ્ચિત કરશે અને બોર્ડિંગ પછી લાંબા સમય સુધી વિમાનમાં બેસી રહેવું નહી પડે.
આ પણ વાંચો : મધ્યપ્રદેશની ભોજશાળામાં ASI નો સર્વે ચાલુ રહેશે: સુપ્રીમ કોર્ટ, જાણો શુ છે સમગ્ર મામલો?
હસને જણાવ્યું હતું કે એરપોર્ટ ઓપરેટર્સને ગાઈડલાઈન લાગૂ કરવા માટે સ્ક્રિનિંગ સહીતની પાયાની વ્યવસ્થા કરવી પડશે. વિમાનથી બાહર ઉતારવાનો નિર્ણય સંબંધિત એરલાઈન્સની સુરક્ષા એજન્સિયો દ્વારા લેવામાં આવશે. તેમણે આ જાણકારી બીસીએએસના 38માં સ્થાપના દિવસ પર આયોજિત એક સમારોહમાં હાજરી આપ્યા બાદ મીડિયાને આપી હતી.
હસને જણાવ્યું હતું કે ડોમેસ્ટિક ફ્લાઈટમાં મુસાફરી વધી રહી છે અને દરરોજ લગભગ 3500 ફ્લાઈટ ઉડાન ભરે છે. એરપોર્ટ પર મુસાફરો માટે સારો અનુભવ સુનિશ્ચિત કરવાના પ્રયાસો અંતર્ગત બ્યુરો ઓફ સિવિલ એવિએશન સિક્યુરિટી સ્માર્ટ સુરક્ષા લેન પણ સ્થાપિત કરશે. આ મહિને બેન્ગલુરુ એરુપોર્ટ પર ફુલ બોડી સ્કેનર ચાલુ થવાની સંભાવના છે. આવનાર સમયમાં 50 લાખથી વધુ વાર્ષિક મુસાફરો વાળા એરપોર્ટ પર આ સ્કેનર શરુ કરવામાં આવશે.