રેલવેમાં નોકરીની સુવર્ણ તકઃ આસિસ્ટંટ લોકો પાયલટ બનવા માટે 9970 જગ્યા પર થશે ભરતી, કઈ રીતે કરશો અરજી?

નવી દિલ્હી: સરકારી નોકરીનું સ્વપ્ન જોતા યુવાનો માટે એક સારા સમાચાર છે. જેની ખૂબ જ લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી હતી તેવી એક ભરતીની જાહેરાત કરવામાં આવી છે. 9970 જગ્યા પર ભારતીય રેલ્વે દ્વારા 12 એપ્રિલ 2025થી આસિસ્ટન્ટ લોકો પાયલટ ભરતી (Railway ALP 2025 recruitmnet) માટે ઓનલાઈન અરજી પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
રેલ્વેમાં લોકો પાયલટ બનવા માંગતા કોઈપણ ઉમેદવાર આ ભરતીમાં જોડાવા માટે ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. ઉમેદવારો તેમના ઝોનની સત્તાવાર વેબસાઇટ અથવા RRB :: Home (rrbapply.gov.in) પોર્ટલ પર સીધી મુલાકાત લઈને અરજી ફોર્મ ભરી શકે છે. તમારી સુવિધા માટે આ પેજ પર ફોર્મની સીધી લિંક પણ આપવામાં આવી છે જેથી તમે સીધી અરજી કરી શકો.
આ પણ વાંચો: રેલવેમાં નોકરીને નામે યુવાનો સાથે 56 લાખની છેતરપિંડી: ત્રણ સામે ગુનો
શું છે યોગ્યતા?
આ ભરતીમાં ઉમેદવારી નોંધાવવા માટે ઉમેદવારોએ માન્ય બોર્ડ/સંસ્થામાંથી ITI સાથે 10મું ધોરણ પાસ કરેલું હોવું જોઈએ અથવા ઉમેદવારે 10મું ધોરણ સાથે એન્જિનિયરિંગમાં ડિપ્લોમા મેળવેલ હોવો જોઈએ. આ ભરતીમાં એન્જિનિયરિંગ ડિગ્રી મેળવનાર ઉમેદવારો પણ અરજી કરવા યોગ્ય છે.
વયમર્યાદા
રેલ્વે આસિસ્ટન્ટ લોકો પાયલટ પોસ્ટ્સ માટે ફોર્મ ભરવા માટે, ઉમેદવારની ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ અને મહત્તમ ઉંમર 30 વર્ષથી વધુ ન હોવી જોઈએ. OBC માટે ઉપલી વય મર્યાદામાં 3 વર્ષની છૂટછાટ અને SC/ST વર્ગ માટે 5 વર્ષની છૂટછાટ રહેશે. આ સાથે અન્ય અનામત વર્ગ અને ભૂતપૂર્વ સૈનિકોને પણ નિયમો અનુસાર ઉપલી ઉંમરમાં છૂટછાટ આપવામાં આવી છે.
આ પણ વાંચો: રેલવેમાં નોકરીને બહાને લાખોની છેતરપિંડી: મહિલા વિરુદ્ધ ગુનો…
અરજી ફોર્મ કઈ રીતે ભરશો?
RRB આસિસ્ટન્ટ લોકો પાયલટ ઓનલાઈન ફોર્મ ભરવા માટે તમારે સત્તાવાર પોર્ટલની મુલાકાત લેવી પડશે. અહીં Apply બટન પર ક્લિક કર્યા પછી, Create an Account પર ક્લિક કરો અને વિનંતી કરેલી વિગતો ભરીને નોંધણી કરો. ત્યારબાદ “Allery Have an Account” પર ક્લિક કરીને અને અન્ય વિગતો ભરીને ફોર્મ ભરો. છેલ્લે, નિર્ધારિત ફી ચૂકવ્યા પછી ફોર્મ સબમિટ કરો અને તેનું પ્રિન્ટઆઉટ લો અને તેને સાચવી રાખો.