મુંબઇઃ ગુરુવારે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ વધારો થયો છે. 22 કેરેટ સોનાની 10 ગ્રામની કિંમત આજે 68,050 રૂપિયા બોલાઇ રહી છે. ગઇકાલે આ ભાવ 67,700 રૂપિયા હતો 24 કેરેટ સોનાની 10 ગ્રામની કિંમત 71,450 રૂપિયા બોલાઇ રહી છે. ગઇકાલે આ ભાવ 71,090 રૂપિયા હતો સોનાની સાથે ચાંદીના સ્થાનિક ભાવમાં પણ વધારો જોવા મળ્યો છે.
સોનું એ સૌથી કિંમતી અને મોંઘી ધાતુઓમાંની એક છે. ભારતમાં સોનાનું ઘણું મહત્વ છે અને હાલમાં તે સૌથી મહત્વપૂર્ણ રોકાણોમાંનું એક છે. ભારતમાં સોનાની કિંમત માત્ર જ્વેલરીના રૂપમાં જ નહીં પરંતુ કલા અને સિક્કાના રૂપમાં પણ વધી છે.
સોનાના ભાવમાં સતત વધારો થવા છતાં ભારતીયો સોનામાં તેમનું રોકાણ સતત વધારી રહ્યા છે. વૈશ્વિક બજારમાં વધઘટ અને યુએસ ડૉલરની મજબૂતાઈની સીધી અસર ભારતમાં સોનાના ભાવ પર પડે છે. જ્યારે સોના પરની ડ્યુટી સ્થાનિક બજારમાં માંગ અને પુરવઠાના આધારે નક્કી કરવામાં આવે છે.
ભારતમાં સોનાની કિંમત જાણતા પહેલા 24 કેરેટ અને 22 કેરેટ સોના વચ્ચેનો તફાવત જાણવો જરૂરી છે. 24 કેરેટ સોનું માત્ર 100 ટકા શુદ્ધ સોનું છે જેમાં અન્ય કોઈપણ ધાતુની ભેળસેળ નથી. તે જ સમયે, 22 કેરેટ સોનામાં ચાંદી અથવા તાંબા જેવી મિશ્રધાતુની ધાતુ મિક્સ કરવામાં આવે છે. 22 કેરેટ સોનામાં 91.67 ટકા શુદ્ધ સોનું હોય છે. 24 કેરેટ સોનાની જ્વેલરી બનતી નથી. જ્વેલરી માટે 18 થી 22 કેરેટ સોનાનો ઉપયોગ થાય છે.
ગુરુવારે સવારે, MCX એક્સચેન્જ પર, 5 ડિસેમ્બર, 2024 ના રોજ ડિલિવરી માટે ચાંદી 0.30 ટકા અથવા રૂ. 251 ના વધારા સાથે રૂ. 84,701 પ્રતિ કિલોગ્રામ પર ટ્રેડ થતી જોવા મળી હતી. બુધવારે દિલ્હીમાં ચાંદીની હાજર કિંમત 500 રૂપિયા વધીને 85,000 રૂપિયા પ્રતિ કિલોગ્રામ થઈ ગઈ હતી.
Also Read –