મુંબઇ: ભારતમાં સોનાના ભાવ(Gold Price Today)હંમેશા રોકાણકારો અને સામાન્ય લોકો માટે મહત્વનો વિષય રહ્યો છે. જે આંતરરાષ્ટ્રીય બજારોની ચાલ ચલણની વધઘટ અને માંગ અને પુરવઠા પર નિર્ભર કરે છે. જ્યારે આજે 19 ઓક્ટોબર 2024 ના રોજ મુંબઈ, દિલ્હી, અમદવાદ અને કોલકાતા જેવા ભારતના મુખ્ય રાજ્યોમાં સોનાના ભાવમાં કેટલાક મહત્વપૂર્ણ ફેરફારો જોવા મળ્યા છે.
સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે
20 ઓક્ટોબરના રોજ કરવા ચોથનો તહેવાર છે. પરંતુ તે પૂર્વે શનિવારે સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો છે. કરવા ચોથના દિવસે પત્ની માટે સોનું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેથી કરવા ચોથ પૂર્વે સોનાના ભાવમાં વધારો નોંધાયો છે.
મુંબઈ
આજે મુંબઈમાં 24 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 73,168 પ્રતિ 10 ગ્રામ પર સ્થિર રહ્યો હતો. જ્યારે 22 કેરેટ સોનાનો ભાવ રૂપિયા 72,410 પ્રતિ 10 ગ્રામ છે. મુંબઈ જે ભારતનું નાણાકીય હબ છે. તહેવારો સમયે સોનાની માંગ હંમેશા વધારે હોય
દિલ્હી
દિલ્હીમાં પણ સોનાના ભાવ લગભગ મુંબઈ જેવા જ છે. 24 કેરેટ સોનું રૂપિયા 79,887 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ સોનું રૂપિયા 73,177 પ્રતિ 10 ગ્રામ પર ટ્રેડ થઈ રહ્યું છે. નિષ્ણાતોનું માનવું છે કે દિલ્હીમાં માંગ વધુ હોવાથી આ ભાવ સ્થિર રહી શકે છે.
કોલકાતા
કોલકાતામાં આજે સોનાનો ભાવ 24 કેરેટ માટે રૂપિયા 78,990 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ માટે રૂપિયા 73,177 પ્રતિ 10 ગ્રામ છે.
અમદાવાદ
અમદાવાદમાં આજે સોનાનો ભાવ 24 કેરેટ માટે રૂપિયા 79470 પ્રતિ 10 ગ્રામ અને 22 કેરેટ માટે રૂપિયા 72830 પ્રતિ 10 ગ્રામ છે.
Also Read –