નેશનલ

Saraswati Statue: સાડી વિનાની દેવી સરસ્વતીની મૂર્તિ બાબતે ત્રિપુરા કોલેજમાં હોબાળો

અગરતલા: ગઈ કાલે વસંતપંચમીના અવસર પર ત્રિપુરાના અગરતલા(Agartala)માં માતા સરસ્વતીની મૂર્તિ(Saraswati Statue)ને બાબતે હોબાળો થયો હતો. અગરતલાની એક સરકારી કોલેજમાં સરસ્વતી પૂજા દરમિયાન દેવીની કથિત રીતે અશ્લીલ પ્રતિમા બાબતે અભિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ(ABVP) અને બજરંગ દળના કાર્યકરોએ હોબાળો મચાવ્યો હતો. વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલી સરસ્વતી દેવીની પ્રતિમાની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી.

ABVPના કાર્યકર્તાઓએ કથિત રીતે અશ્લીલ પ્રતિમાને બાબતે વિરોધ શરૂ કર્યો હતો, મૂર્તિમાં દેવીને પરંપરાગત ભારતીય પોશાક પહેરાવવામાં આવ્યો ન હતો, પાછળથી બજરંગ દળ પણ વિરોધમાં જોડાયો હતો. ત્રિપુરામાં, એબીવીપીના મહાસચિવ દિબાકર અચરજીએ દેવી સરસ્વતીને વાંધાજનક રીતે રજુ કરવા સામે સખત વિરોધ વ્યક્ત કર્યો હતો.


ABVPના મહાસચિવ દિબાકર અચરજીએ કહ્યું કે, “આપણે બધા જાણીએ છીએ કે આજે વસંત પંચમી છે અને દેશભરમાં દેવી સરસ્વતીની પૂજા થાય છે. વહેલી સવારે અમને બધાને સમાચાર મળ્યા કે સરકારી આર્ટ એન્ડ ક્રાફ્ટ કોલેજમાં દેવી સરસ્વતીની પૂજા કરવામાં આવી રહી છે. જ્યાં સરસ્વતીની મૂર્તિ ખૂબ જ અયોગ્ય અને અશ્લીલ રીતે બનાવવામાં આવી છે.”


પ્રદર્શનકારીઓએ અગરતલા સરકારી આર્ટ એન્ડ ક્રાફ્ટ કોલેજ પ્રસાશન પાસે માંગ કરી હતી કે દેવી સરસ્વતીની મૂર્તિને સાડી પહેરાવવામાં આવે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ની વિદ્યાર્થી પાંખ ABVP એ કોલેજ ઓથોરિટી સામે કડક કાર્યવાહીની માંગ કરી હતી અને ત્રિપુરાના મુખ્ય પ્રધાન માણિક સાહાને આ મામલે હસ્તક્ષેપ કરવાની અપીલ કરી હતી.

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button