નેશનલ

Goa Sunburn EDM festival: કોંગ્રેસ-AAPએ સનાતન ધર્મના અપમાનનો મુદ્દો ફરિયાદ કરી, જાણો શું મામલો

ગોઆ: વર્ષના અંત સમયમાં ગોવા ખાતે હાલ સનબર્ન મ્યુઝીક ફેસ્ટીવલ ચાલી રહ્યો છે, જેમાં દેશભરમાંથી હજારો યુવાનો ભાગ લઇ રહ્યા છે. દરમિયાન કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ પણજીમાં ચાલી રહેલા સનબર્ન મ્યુઝીક ફેસ્ટીવલના આયોજકો પર ભગવાન શિવનું અપમાન કરવાનો આરોપ લગાવ્યો છે, તેમણે આયોજકો સામે કાર્યવાહી કરવાની માંગ કરી છે. શુક્રવારે કોંગ્રેસના નેતા વિજય ભીકેએ માપુસામાં સનબર્નના આયોજકો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી હતી.

AAP ગોવાના વડા અમિત પાલેકરે પણ આરોપ લગાવતા કહ્યું હતું કે રાજ્ય સરકારે સનાતન ધર્મનું અપમાન કરવા બદલ તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. સનબર્ન ફેસ્ટિવલ એ ખૂબ જ પ્રખ્યાત ઇલેક્ટ્રોનિક ડાન્સ મ્યુઝિક ફેસ્ટિવલ છે, જે ઉત્તર ગોવામાં 28 ડિસેમ્બરે શરૂ થયો હતો અને 30 ડિસેમ્બરે સમાપ્ત થશે.


પાલેકરે કહ્યું, અમે જોયું કે આ તહેવારમાં ભગવાન શિવની તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે. લોકો દારૂ પીને ડાન્સ કરી રહ્યા હતા ત્યારે LED સ્ક્રીન પર ભગવાન શિવનું ચિત્ર દેખાયું હતું. અમે રાજ્ય સરકાર પાસે આયોજકો વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.


તેણે કહ્યું, ઈડીએમ ફેસ્ટિવલ દરમિયાન જ્યારે દારૂ પીરસવામાં આવી રહ્યો હતો ત્યારે ભગવાન શિવની તસવીર બતાવવાનું યોગ્ય નથી. અમે DGPને અહીં બોલાવ્યા છે અને સનબર્ન EDMના આયોજકો સામે કેસ નોંધવાની માંગણી કરી છે.


કોંગ્રેસના નેતા વિજય ભીકેએ માપુસા પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદમાં જણાવ્યું હતું કે, ‘આયોજકોએ જાણીજોઈને હિંદુઓની ભાવનાઓને ઠેસ પહોંચાડી છે.’

Taboola Feed
દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button