ગ્લોબલ વૉર્મિંગ ધખધખતો ઉનાળો અને ખુશ્નુમા ચોમાસાની સજા અને મજા બન્ને છીનવી લેશેઃ વાંચો અહેવાલ | મુંબઈ સમાચાર

ગ્લોબલ વૉર્મિંગ ધખધખતો ઉનાળો અને ખુશ્નુમા ચોમાસાની સજા અને મજા બન્ને છીનવી લેશેઃ વાંચો અહેવાલ

નવી દિલ્હી: ગુજરાત સહિત ભારતમાં પ્રદૂષણ સાથે ગ્લોબલ વોર્મિંગનો ખતરો વધી રહ્યો છે ત્યારે ભારતના મોટા શહેરોમાં આગામી વર્ષોમાં ગરમી અને અનિયમિત વરસાદનો ખતરો ઝડપથી વધવાનો છે. એક નવા અભ્યાસ મુજબ, દિલ્હી, મુંબઈ, ચેન્નાઈ, સુરત, થાણે, હૈદરાબાદ, પટના અને ભુવનેશ્વર જેવા શહેરોમાં લૂ અને વરસાદની ઘટનાઓ બમણી થઈ શકે છે. આ બદલાતી આબોહવા લોકોના જીવન અને અર્થતંત્ર માટે મોટો પડકાર બની શકે છે.

‘વેધરિંગ ધ સ્ટોર્મ: મેનેજિંગ મોન્સૂન ઇન અ વોર્મિંગ ક્લાઇમેટ’ નામની રિપોર્ટમાં ખુલાસો કરવામાં આવ્યો છે કે, 2030 સુધીમાં દેશના 80% જિલ્લાઓમાં મોન્સૂન દરમિયાન ભારે વરસાદ અને લૂ બંનેનો સામનો કરવો પડી શકે છે. આ રિપોર્ટ એસરી ઇન્ડિયા અને આઈપીઈ ગ્લોબલ દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં આબોહવા નિષ્ણાતો અવિનાશ મોહંતી અને કૃષ્ણ કુમાર વાસવે મહત્વનું યોગદાન આપ્યું છે.

આ રિપોર્ટ પ્રમાણે, ગરમ હવાઓના કારણે લૂના દિવસો 2.5 ગણા વધી શકે છે, જ્યારે ભારે વરસાદની ઘટનાઓમાં 43%નો વધારો થવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે. છેલ્લા 30 વર્ષમાં (1993-2024) માર્ચથી સપ્ટેમ્બર સુધી લૂના દિવસોમાં 15 ગણો વધારો નોંધાયો છે. ખાસ કરીને ગુજરાત, રાજસ્થાન, ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને હિમાચલ પ્રદેશના 75% જિલ્લાઓ આગામી પાંચ વર્ષમાં આ બેવડી મુશ્કેલીનો સામનો કરી શકે છે. દેશના 72% ટિયર-I અને ટિયર-II શહેરોમાં તોફાન, વીજળી અને કરા જેવી ઘટનાઓમાં પણ વધારો થઈ શકે છે.

આ પણ વાંચો…ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધ્યું, ચોમાસા અંગે અંબાલાલ પટેલે કરી આ આગાહી…

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »
Back to top button