ક્લાઇમેટ ચેન્જની ગંભીર ચેતવણી! 2025માં વિશ્વએ ત્રીજો સૌથી ગરમ ઓગસ્ટ અનુભવ્યો, વાંચો અહેવાલ | મુંબઈ સમાચાર
નેશનલ

ક્લાઇમેટ ચેન્જની ગંભીર ચેતવણી! 2025માં વિશ્વએ ત્રીજો સૌથી ગરમ ઓગસ્ટ અનુભવ્યો, વાંચો અહેવાલ

નવી દિલ્હીઃ પૃથ્વી પરના ઇતિહાસમાં 2025નો ઓગસ્ટ મહિનો સૌથી વધારે ગરમ રહ્યો છે.એક યુરોપિયન એજન્સી કોપરનિકસ ક્લાઇમેટ ચેન્જ સર્વિસ દ્વારા સંશોધન કરીને રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. આ રિપોર્ટમાં અનેક ખુલાસાઓ કરવામાં આવ્યો છે. આ રિપોર્ટ્સ પ્રમાણે 1850થી 1900ની તુલાનાએ આ વર્ષે 1.29 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વધારે અનુભવાયું છે. તેનો અર્થ એ છે કે, પૃથ્વી પર ક્લાઈમે ચેન્જની મોટી અસર જોવા મળી રહી છે. ચાલો આ રિપોર્ટ્સની વિગતે ચર્ચા કરીએ….

2025નો ઓગસ્ટ મહિનો સૌથી વધારે ગરમ રહ્યો!

કોપરનિકસ ક્લાઇમેટ ચેન્જ સર્વિસના રિપોર્ટ પ્રમાણે, ઓગસ્ટ 2025માં સરેરાશ વૈશ્વિક સપાટીનું તાપમાન 16.6 ડિગ્રી સેલ્સિયસ હતું, જે 1991-2020 ના સરેરાશ કરતા 0.49 ડિગ્રી વધારે છે. 2023 અને 2024 પછી આ ત્રીજો સૌથી ગરમ ઓગસ્ટ છે, જે ફક્ત 0.22 ડિગ્રી નીચે હતું. ગત વર્ષ કરતા પણ આ વર્ષે 1.52 ડિગ્રી સેલ્સિયલ તાપમાન વધારે રહ્યું છે.માનવ પ્રવૃત્તિઓ દ્વારા ઉત્પન્ન થતા ગ્રીનહાઉસ વાયુઓને કારણે આ ગરમીનું પ્રમાણ વધ્યું છે. અંગે વાત કરતા C3S ના વડા સામન્થા બર્ગેસે કહ્યું કે, આ ગરમી અને આફતો ઉત્સર્જન ઘટાડવાની તાત્કાલિક જરૂરિયાત દર્શાવે છે. જૂનથી ઓગસ્ટ 2025 સુધીનો ઉનાળો ત્રીજો સૌથી ગરમ હતો. જે ખરેખર ચિંતાનો વિષય છે.

આ પણ વાંચો : ગ્લોબલ વૉર્મિંગ ધખધખતો ઉનાળો અને ખુશ્નુમા ચોમાસાની સજા અને મજા બન્ને છીનવી લેશેઃ વાંચો અહેવાલ

સ્પેન અને પોર્ટુગલના જંગલોમાં ભયાનક આગ લાગી

આ વર્ષમાં પડેલી ગરમીના કારણે થયેલા નુકસાનની વાત કરવામાં આવે તો, યુરોપના દક્ષિણ-પશ્ચિમ યુરોપમાં લૂ પડી હતી. જેના કારણે સ્પેન અને પોર્ટુગલના જંગલોમાં ભયાનક આગ લાગી હતી. આ દરમિયાન કુલ 110થી પણ વધારે લોકોનું મોત થયું હતું. ઓગસ્ટ 2025 માં વૈશ્વિક સમુદ્ર સપાટીનું તાપમાન 20.82 ડિગ્રી સેલ્સિયત હતું. જેથી એવું કહી શકાય કે, ઓગસ્ટમાં રેકોર્ડ ત્રીજો સૌથી ગરમ મહિનો હતો. ઉત્તર પેસિફિક મહાસાગર પણ આ મહિનો વધારે ગરમ રહ્યો હતો. ભૂમધ્ય સમુદ્રમાં તાપમાન ગયા વર્ષ જેટલું અતિશય નહોતું. સમુદ્રનું તાપમાન સૌથી વધારે ઇકોસિસ્ટમને નુકસાન પહોંચાડે છે.

આ પણ વાંચો : ગુજરાતમાં ગરમીનું પ્રમાણ વધ્યું, ચોમાસા અંગે અંબાલાલ પટેલે કરી આ આગાહી…

યુરોપમાં પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં દુષ્કાળ પડ્યો

વર્ષ 2025ની વાત કરવામાં આવે તો, દુનિયાના અનેક વિસ્તારોમાં હવામાન ખૂબ જ ખરાબ રહ્યું છે. યુરોપમાં પશ્ચિમ અને દક્ષિણ વિસ્તારમાં દુષ્કાળ પડ્યો હતો. વધારે વિગતે વાત કરવામાં આવે તો, ઇટાલી, પૂર્વી સ્પેન અને સ્કેન્ડિનેવિયામાં સામાન્ય કરતા વધુ વરસાદ પડ્યો હતો. અમેરિકા, કેનેડા અને ઓસ્ટ્રેલિયામાં દુષ્કાળ પડ્યો હતો. ચીન, જાપાન, પાકિસ્તાન, ભારત અને બ્રાઝિલમાં પણ અતિભારે વરસાદ પડ્યો છે. ભારતમાં છેલ્લા એક મહિનાથી વરસાદની જે સ્થિતિ છે તેનાથી દરેક લોકો વાકેફ છે.અનેક જ્યારે પૂર અને ભુસ્ખલન થયું છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button