નેશનલ

ભારતના ઓપરેશન સિંદૂર મુદ્દે અમેરિકાથી લઇને યુએઇ સુધીના નેતાઓએ આપી આ પ્રતિક્રિયા…

નવી દિલ્હી : જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આંતકી હુમલાનો ભારતે ઓપરેશન સિંદૂરથી જવાબ આપ્યો છે. તેની બાદ આ એર સ્ટ્રાઇક પર વૈશ્વિક નેતાઓએ પ્રતિક્રિયા આપી છે. જેમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે વધતા તણાવ પર પ્રતિક્રિયા આપતા અમેરિકાથી લઇને યુએઇ સુધીના નેતાઓ અને પ્રતિનિધિઓએ ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવા અને વાતચીતથી સમસ્યાનો ઉકેલ લાવવા માટે અપીલ કરી છે.

ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું આશા છે કે આ ખૂબ જ ઝડપથી સમાપ્ત થશે
અમેરિકા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેને શરમજનક ગણાવ્યું અને આશા વ્યક્ત કરી કે તે ખૂબ જ ઝડપથી સમાપ્ત થશે. તેમણે કહ્યું અમે હમણાં જ તેના વિશે સાંભળ્યું. મને લાગે છે કે આ લોકો ભૂતકાળના આધારે જાણતા હતા કે કંઈક થવાનું છે. તેઓ ઘણા દાયકાઓથી લડી રહ્યા છે. મને આશા છે કે તે ખૂબ જ ઝડપથી સમાપ્ત થશે.

marco rubio

માર્કો રુબિયોએ કહ્યું આ સમસ્યા ઝડપથી સમાપ્ત થશે
જ્યારે યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયોએ જણાવ્યું હતું કે “હું ભારત અને પાકિસ્તાન વચ્ચેની પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યો છું. હું આજે ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણીને સમર્થન આપું છું કે આશા છે કે આ સમસ્યા ઝડપથી સમાપ્ત થશે અને શાંતિપૂર્ણ ઉકેલ માટે ભારતીય અને પાકિસ્તાની નેતૃત્વ વાતચીત ચાલુ રાખશે.

ભારતીય લશ્કરી કાર્યવાહી અંગે ખૂબ જ ચિંતિત : યુએન
ભારતના એક્શન પર યુએન સેક્રેટરી જનરલ એન્ટોનિયો ગુટેરેસના પ્રવક્તાએ જણાવ્યું હતું કે, સેક્રેટરી જનરલ નિયંત્રણ રેખા અને આંતરરાષ્ટ્રીય સરહદ પાર ભારતીય લશ્કરી કાર્યવાહી અંગે ખૂબ જ ચિંતિત છે. તેમણે બંને દેશો પાસેથી મહત્તમ લશ્કરી સંયમ રાખવાની અપીલ કરી છે. વિશ્વ ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી મુકાબલો સહન કરી શકે નહીં.

the japan news

જાપાનની ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવા અપીલ
જાપાનના મુખ્ય મંત્રીમંડળ સચિવ યોશિમાસા હયાશીએ જણાવ્યું હતું કે ” 22 એપ્રિલે કાશ્મીરમાં થયેલા આતંકવાદી હુમલાના સંદર્ભમાં અમે આતંકવાદના આવા કૃત્યોની કડક નિંદા કરીએ છીએ. અમે સખત ચિંતા વ્યક્ત કરીએ છીએ કે આ પરિસ્થિતિ વધુ બદલો લેવાની ક્રિયા તરફ દોરી શકે છે અને સંપૂર્ણપણે લશ્કરી સંઘર્ષમાં પરિણમી શકે છે. દક્ષિણ એશિયાની શાંતિ અને સ્થિરતા માટે અમે ભારત અને પાકિસ્તાન બંનેને સંયમ રાખવા અને વાતચીત દ્વારા પરિસ્થિતિને સ્થિર કરવા માટે ભારપૂર્વક વિનંતી કરીએ છીએ.”

વર્તમાન પરિસ્થિતિ અંગે ચિંતિત : ચીન
ચીનને આજે વહેલી સવારે ભારતની લશ્કરી કાર્યવાહી આધાતજનક લાગી. અમે વર્તમાન પરિસ્થિતિ અંગે ચિંતિત છીએ. અમે બંને પક્ષોને શાંતિ અને સ્થિરતાના વ્યાપક હિતમાં કાર્ય કરવા, શાંત રહેવા, સંયમ રાખવા અને પરિસ્થિતિને વધુ જટિલ બનાવી શકે તેવા પગલાં લેવાથી દૂર રહેવા વિનંતી કરીએ છીએ.

આતંકવાદીઓને છુપાવવામાં માટે કોઇ સ્થાન નહિ : ઇઝરાયલ
ભારતમાં ઇઝરાયલના રાજદૂત રિયુવેન અઝારે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, ઇઝરાયલ ભારતના સ્વ-બચાવના અધિકારને સમર્થન આપે છે. આતંકવાદીઓએ સમજવું જોઈએ કે નિર્દોષો પર તેમના જઘન્ય ગુનાઓથી છુપાઈ રહેવા માટે કોઈ સ્થાન નથી.

TASS

લશ્કરી સંઘર્ષમાં વધારો થતા અમે ખૂબ ચિંતિત : રશિયા
રશિયન વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ જણાવ્યું કે ” પહલગામ નજીક આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચે લશ્કરી સંઘર્ષમાં વધારો થતા અમે ખૂબ ચિંતિત છીએ. અમે બંને પક્ષોને પ્રદેશમાં પરિસ્થિતિને વધુ બગડતી અટકાવવા માટે સંયમ રાખવા અપીલ કરીએ છીએ.”

kosovo

લાંબા સમય સુધી ચાલતા સંઘર્ષથી કોઈને કંઈ ફાયદો થવાનો નથી: ફ્રાન્સ
ફ્રાન્સના વિદેશ મંત્રી જીન નોએલ બેરોટે હુમલા અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું કે, અમે ભારત અને પાકિસ્તાનને તણાવ ટાળવા માટે સંયમ રાખવા અપીલ કરીએ છીએ. ભારત અને પાકિસ્તાન વચ્ચે લાંબા સમય સુધી ચાલતા સંઘર્ષથી કોઈને કંઈ ફાયદો થવાનો નથી. આ બે મુખ્ય લશ્કરી તાકતો છે.

dubai eye

સંયુક્ત અરબ અમીરાત વિદેશ મંત્રાલયે ઉગ્રતાને ટાળવા અપીલ કરી
યુએઈના નાયબ વડા પ્રધાન અને વિદેશ મંત્રી શેખ અબ્દુલ્લા બિન ઝાયેદે ભારત અને પાકિસ્તાનને સંયમ રાખવા, તણાવ ઓછો કરવા અને પ્રાદેશિક અને આંતરરાષ્ટ્રીય શાંતિ જાળવવા ઉગ્રતાને ટાળવા અપીલ કરી છે.

આપણ વાંચો : ઓપરેશન સિંદૂરને આ રીતે આપવામાં આવ્યો અંજામ, વાંચો ઈનસાઈડ સ્ટોરી

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button