દિલ્હી એરપોર્ટ પર ATC સિસ્ટમમાં સર્જાઈ ગંભીર ખામી: ફ્લાઇટ્સ મોડી થતા મુસાફરો પરેશાન

નવી દિલ્હી: એરપોર્ટ પર ફ્લાઇટનું મેનેજમેન્ટ મહત્વની બાબત છે. જેના માટે એરપોર્ટ પર એર ટ્રાફિક કંટ્રોલ(ATC) વિભાગ હોય છે. જો આ વિભાગમાં ખામી સર્જાય તો તેની સીધી અસર એરપોર્ટ પર અવરજવર કરતી ફ્લાઇટ પર પડે છે. જોકે, આજે દિલ્હી એરપોર્ટ પણ આવી જ સમસ્યા ઊભી થઈ છે. આવો જાણીએ, દિલ્હી એરપોર્ટ પર ATC સિસ્ટમમાં કેવી ખામી સર્જાઈ છે.
સ્પાઇસજેટે મુસાફરોને આપી સૂચના
ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય એરપોર્ટ (IGI) પર એર ટ્રાફિક કંટ્રોલ (ATC) સિસ્ટમમાં ટેકનિકલ ખામી સર્જાવાને કારણે એરપોર્ટની કામગીરી ગંભીર રીતે પ્રભાવિત થઈ છે. ATC સિસ્ટમમાં સોફ્ટવેર સંબંધિત સમસ્યાને કારણે દિલ્હી એરપોર્ટ પર આવનારી અને જનારી બંને ફ્લાઇટ્સમાં મોટો વિલંબ થઈ રહ્યો છે, જેના કારણે મુસાફરોને ભારે અસુવિધાનો સામનો કરવો પડી રહ્યો છે.
સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, ATC સિસ્ટમમાં સોફ્ટવેર સંબંધિત સમસ્યા આ વિલંબનું મુખ્ય કારણ છે. સ્પાઇસજેટ સહિત અનેક એરલાઇન્સની ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ છે. સ્પાઇસજેટ એરલાઇન્સે મુસાફરોને જાણ કરી છે કે, દિલ્હીમાં ATC ભીડને કારણે તમામ આગમન, પ્રસ્થાન અને ત્યારબાદની ફ્લાઇટ્સ પ્રભાવિત થઈ શકે છે, અને મુસાફરોને તેમની ફ્લાઇટની સ્થિતિ તપાસતા રહેવા વિનંતી કરી છે.
સમસ્યાના નિરાકરણ માટે પ્રયાસો
દિલ્હી એરપોર્ટ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં જણાવાયું છે કે ATC સિસ્ટમમાં ટેકનિકલ સમસ્યાને કારણે વિલંબ થઈ રહ્યો છે. એરપોર્ટની ટીમ DIAL (દિલ્હી ઇન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડ) સહિત તમામ હિસ્સેદારો સાથે સક્રિય રીતે કામ કરી રહી છે. જેથી આ સમસ્યાને શક્ય તેટલી વહેલી તકે ઉકેલી શકાય અને ફ્લાઇટ કામગીરીને સામાન્ય કરી શકાય.
આ પણ વાંચો…બોલો, કાનપુર-દિલ્હી ફ્લાઇટમાં ઉંદર: પ્રવાસીઓમાં અફરાતફરી, ફ્લાઇટ રોકી દેવાઈ



