બોલો કેટલો પ્રેમ ? ગર્લફ્રેન્ડનો વેશ બદલીને પરીક્ષા આપવા પહોંચ્યો અને…..
ફરીદકોટ: પરીક્ષામાં પાસ તો બધાને થવું હોય છે પરંતુ મહેનત કોઈને નથી કરવી. અને એટલે જ આજકાલના વિદ્યાર્થીઓ શોર્ટ કટ પણ અપનાવે છે. ઘણી વાર વિદ્યાર્થીઓ પરીક્ષામાં કોપી કરતા પણ પકડાય છે પરંતુ કોપી કરતા પકડાય એ તો સમજી શકાય પરંતુ વેશ બદલીને કોઈ બીજા વિદ્યાર્થીના બદલે પરીક્ષા આપવા પહોંચે એવી એક ઘટના પંજાબના ફરીદકોટમાં બની હતી. જ્યાં એક પરીક્ષા કેન્દ્રમાં તેની ગર્લફ્રેન્ડનો વેશ ધારણ કરીને યુવક પરીક્ષા આપવા પહોંચી ગયો હતો. બાબા ફરીદ યુનિવર્સિટી ઓફ હેલ્થ સાયન્સ દ્વારા ડીએવી પબ્લિક સ્કૂલ કોટકપુરા ખાતે 7 જાન્યુઆરીએ મલ્ટીપર્પઝ હેલ્થ વર્કરની પરીક્ષા લેવામાં આવી હતી. ફાઝિલ્કાના અંગ્રેઝ સિંહે તેની ગર્લફ્રેન્ડ પરમજીત કૌરનો ધારણ કરીને પરીક્ષા આપવા ગયો અને તેના માટે તેણે હાથમાં લાલ બંગડીઓ, કપાળ પર બિંદી, હોઠ પર લિપસ્ટિક અને મહિલાઓ પહેરે તેવા કપડા પહેર્યા હતા.
જો કે યુનિવર્સિટી સત્તાવાળાઓએ તરત જ સમજાઈ ગયું હતું કે આ કોઈ યુવક છે જે યુવતીની જગ્યાએ પરીક્ષા આપવા આવ્યો છે. અને તેમને પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસના જણાવ્યા અનુસાર અંગ્રેઝ સિંહે નકલી મતદાર અને આધાર કાર્ડનો ઉપયોગ કરીને પરમજીત કૌર હોવાનું સાબિત કરવાનો પૂરો પ્રયાસ કર્યો હતો. પરંતુ ફિંગરપ્રિન્ટ્સ બાયોમેટ્રિક માં તેની ફિંગરપ્રિન્ટ્સ મેચ નહોતી થઈ અને તે પકડાઈ ગયો હતો.
જ્યારે યુનિવર્સિટી સત્તાવાળાઓને આ આખી ઘટનાની જાણ થઈ ત્યારે તેમણએ પરમજીત કૌરની એક ફમ વાત સાંભળી નહોતી અને તેની સામે અને તેના મિત્ર બંને સામે કાર્યવાહી શરૂ કરી હતી.
આ દરમિયાન પોસીલે પણ અંગ્રેઝ સિંહ સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી અને તેને કસ્ટડીમાં લીધો હતો. તેમજ પોલીસ એ પણ તપાસ કરી રહી છે કે શું અંગ્રેઝ સિંહે આ પહેલા અન્ય કોઈની જગ્યાએ આ રીતે પરીક્ષા આપી છે કે નહિ.