‘ઓવૈસી બીજી વાર દેશના ભાગલા પડાવશે’, ગિરિરાજ સિંહએ વકફ બોર્ડને પણ નિશાન બનાવ્યું
નવી દિલ્હી: ભારતીય જનતા પાર્ટી AIMIM સાંસદ Asaduddin Owaisiને સતત નિશાન બનાવી રહી છે. એવામાં દિગ્ગજ નેતા અને કેન્દ્રીય પ્રધાન Giriraj Singh અસદુદ્દીન ઓવૈસી પર ગંભીર આરોપ લગાવ્યા છે. ગિરિરાજ સિંહે કહ્યું કે 1947માં મોહમ્મદ અલી ઝીણાની જેમ ઓવૈસી પણ ભારતના ભાગલા કરાવશે.
કેન્દ્રીય પ્રધાન ગિરિરાજ સિંહે શુક્રવારે એક નિવેદનમાં કહ્યું કે ઝીણા પછી, ઓવૈસી ભારતના બીજા ભાગલાનું નેતૃત્વ કરશે. ભારતના ભાગલા પછી ઘણા લોકો પાકિસ્તાન અને બાંગ્લાદેશમાં રહી ગયા. બંને દેશોમાં તેમની સાથે ઘણી ઘટનાઓ બની પરંતુ ઓવૈસીએ ક્યારેય આ વાતની નિંદા કરતા નથી. ગિરિરાજે કહ્યું કે જો તે પાકિસ્તાન અથવા બાંગ્લાદેશમાં હોત તો ઓવૈસીનો અવાજ અત્યાર સુધીમાં દબાઈ ગયો હોત.
ગિરિરાજ સિંહે આરોપ લગાવ્યો છે કે અસદુદ્દીન ઓવૈસી કાયદા વિરુદ્ધ બોલે છે અને ઉશ્કેરણીજનક નિવેદનો કરે છે.
ગિરિરાજ સિંહે કહ્યું કે જ્યારે આપણે NRCની વાત કરીએ છીએ ત્યારે રાહુલ ગાંધી તેનો વિરોધ કરે છે, પરંતુ હિમાચલમાં કોંગ્રેસ સરકારના પ્રધાનો કહી રહ્યા છે કે તપાસ થવી જોઈએ અને લોકોને સર્ટીફીકેટ આપવામાં આવે એ માટે NRC હોવું જોઈએ. NRC માત્ર બિહારના 4 જિલ્લામાં જ નહીં પરંતુ સમગ્ર બિહાર અને દેશમાં જરૂરી છે. જો NRC લાગુ નહીં કરવામાં આવે તો ભારતવંશી બરબાદ થઈ જશે.
કેન્દ્રીય પ્રહ્દના ગિરિરાજ સિંહે કહ્યું કે કોંગ્રેસ સરકારે પોતાના શાસન દરમિયાન વકફ બોર્ડને કોઈપણ જમીન હડપ કરવાનો અધિકાર આપ્યો હતો. હિમાચલ પ્રદેશના પ્રધાનો વિધાનસભામાં આનો પુરાવો આપી રહ્યા છે. વક્ફ બોર્ડની સંપત્તિ કેવી રીતે વધી રહી છે? રેલવે વિભાગના ઘણા પ્રોજેક્ટ રોકી દેવામાં આવ્યા હતા કારણ કે વક્ફ બોર્ડે દાવો કર્યો હતો કે તે તેમની મિલકત છે. ગિરિરાજે કહ્યું કે વક્ફ બોર્ડની ગુંડાગીરી બંધ થવી જોઈએ.
Also Read –