ગિગ વર્કર્સને રાહત મળશે: સરકારે ડ્રાફ્ટ નિયમો જાહેર કર્યા, આ જોગવાઈઓ કરવામાં આવશે

નવી દિલ્હી: વેતન, સોશિયલ સિક્યોરિટી, વર્કિંગ કંડીશન સહીતની કેટલીક માંગો સાથે ગિગ અને પ્લેટફોર્મ વર્કર્સે 31 ડીસેમ્બરરના રોજ હળતાળ કરી હતી. એવામાં અહેવાલ છે કે સરકાર પહેલેથી જ આ બાબતે વિચારી રહી છે, જેના માટે નિયમોનો ડ્રાફ્ટ પણ તૈયાર કરવામાં આવ્યો છે.
હળતાળના એક દિવસ દિવસ પહેલાના એક નોટીફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું. કેન્દ્રીય શ્રમ મંત્રાલય દ્વારા જાહેર મત માટે બહાર પાડવામાં આવેલા ડ્રાફ્ટ નિયમો મુજબ જો કોઈ ગિગ અને પ્લેટફોર્મ વર્કરને સોશિયલ સિક્યોરિટી માટે લાયક ઠારવા માટે તેણે કોઈ એક એગ્રીગેટર સાથે એક નાણાકીય વર્ષમાં ઓછામાં ઓછા 90 દિવસ કામ કરવાની જરૂર પડશે.
એકથી વધારે એગ્રીગેટર સાથે કામ કરવાના કિસ્સામાં વર્કરે ઓછામાં ઓછા 120 દિવસ કામ કરવાની જરૂર રહેશે.
ડ્રાફ્ટ નિયમો મુજબ એવા વર્કરને એન્ગેજ્ડ માનવામાં આવશે જેને ચોક્કસ કેલેન્ડર દિવસે જે તે એગ્રીગેટર માટે કામ કરીને કમાણી કરી હોય, જેમાં કમાણીની રકમ ધ્યાનમાં લેવામ આવશે નહીં.
જો કોઈ ગિગ વર્કર અથવા પ્લેટફોર્મ વર્કર એકથી વધુ એગ્રીગેટર્સ સાથે કામ કરે છે, તમામ એગ્રીગેટર્સ સાથે કુલ કામના દિવસોને ધ્યાનમાં લેવામાં આવશે. જો કોઈ ગિગ વર્કર અથવા પ્લેટફોર્મ વર્કર એક જ કેલેન્ડર દિવસે ત્રણ એગ્રીગેટર્સ સાથે કામ કરે છે, તો તેને ત્રણ દિવસ એન્ગેજ થયો એમ માનવામાં આવશે.
ડ્રાફ્ટ નિયમોમાં એ પણ સ્પષ્ટ કરવામાં આવ્યું કે એગ્રીગેટર સાથે સીધા અથવા સહયોગી કંપની, હોલ્ડિંગ કંપની, સબસિડિયરી કંપની, લિમીટેડ લાયેબીલીટી પાર્ટનરશીપ અથવા થર્ડ પાર્ટી સાથે જોડાયેલા ગિગ અથવા પ્લેટફોર્મ વર્કરો પણ આ લાભો માટે લાયક ઠરશે.
અસંગઠિત કામદારોની નોંધણી ફરજિયાત:
આ સાથે શ્રમ મંત્રાલયે કેન્દ્ર સરકારના નિયુક્ત પોર્ટલ પર અસંગઠિત કામદારોની નોંધણી ફરજિયાત બનાવી છે. નોંધાયેલા પાત્ર અસંગઠિત કામદારને તેમનાં ફોટોગ્રાફ અને અન્ય વિગતો ધરાવતું કેન્દ્ર સરકાર દ્વારા પ્રમાણિત ડિજિટલ આઇડેન્ટિટી કાર્ડ આપવામાં આવશે.
શ્રમ મંત્રાલયે ઈ-શ્રમ પોર્ટલ પર નોંધણી પ્રક્રિયા શરૂ કરી દીધી છે, અસંગઠિત કામદારોએ સરનામું, વ્યવસાય, મોબાઇલ નંબર, કૌશલ્ય અથવા અન્ય વિગતો નિયમિતપણે અપડેટ કરવાની રહેશે.



