નેશનલ

સોશિયલ મીડિયા પર ગીબલી ઈમેજનો ટ્રેન્ડ શું છે? કેટલાક ચાહકોમાં આ કારણે રોષ

મુંબઈ: છેલ્લા બે દિવસથી સોશિયલ મીડિયા પર એક નવા જ પ્રકારનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. સોશિયલ મીડિયા પર જાપાનના ખુબ જ લોક પ્રિય એનીમેશન ફિલ્મ સ્ટુડિયોના ગીબલીની સિગ્નેચર થીમ્સ પર આધારિત AI જનરેટેડ ઈમેજનું ઘોડાપુર (Ghibli Themed Images on social media) આવ્યું છે.

OpenAIનું નવું GPT-4o ઇમેજ જનરેટર લોકોને કોઈ પણ ફોટોને ગીબલીની સિગ્નેચર થીમ મુજબ બનાવી આપવાની સુવિધા આપી રહ્યું છે. જેને કારણે લોકો મેમરી બેંકોમાંથી ફોટોઝ શોધી શોધીને આ થીમમાં બનાવી રહ્યા છે. આ ઉપરાંત ઘણી ફિલ્મ્સના દ્રશ્યો, ઐતિહાસિક ક્ષણો અને મીમ્સ પણ આ સ્ટાઈલમાં બની રહ્યા છે.

એલોન મસ્કે પણ પોતાનો ગીબલી થીમ વાળો ફોટો પોસ્ટ કર્યો છે. OpenAIના માલિક સેમ ઓલ્ટમેને પણ આ AI ટૂલનો ઉપયોગ કરીને ગીબલી સ્ટાઇલમાં પોતાનો પ્રોફાઇલ ફોટો બનાવ્યો છે.

આ પણ વાંચો: કુણાલ કામરાની ધરપકડના ભણકારાઃ મહારાષ્ટ્ર કાઉન્સિલે બ્રિચ ઓફ પ્રિવિલેજ નોટિસ ફટકારી…

ગીબલી સ્ટુડિયો આટલો લોકપ્રિય કેમ છે?

ગીબલી સ્ટુડિયો જાપાનનું એનિમેશન હાઉસ છે, જેની ફિલ્મમાં ચાહકો દુનિયાભરમાં છે. આ સ્ટુડિયોએ ‘સ્પિરિટેડ અવે’ અને ‘માય નેબર ટોટોરો’ જેવી કલ્ટ ક્લાસિક ફિલ્મો આપી છે. ગીબલી સ્ટુડિયોની સ્થાપના 1985માં ટોક્યોમાં એનિમેશન ક્ષેત્રના ત્રણ દિગ્ગજો – હાયાઓ મિયાઝાકી, ઇસાઓ તાકાહાતા અને તોશિયો સુઝુકી દ્વારા કરવામાં આવી હતી.

આ સ્ટુડીઓની એનીમેશન ફિલ્મ્સના દ્રશ્યો હાથથી દોરવામાં આવે છે. સ્ટુડિયોનો ફિલ્મો હૃદયસ્પર્શી અને ગહન અર્થથી ભરેલી વાર્તા માટે જાણીતી છે. માત્ર બાળકોને જ નહીં, પણ દરેક ઉંમરના લોકો આ સ્ટુડિયોની ફિલ્મ્સના ચાહક છે.

આ પણ વાંચો: કઠુઆ એન્કાઉન્ટરઃ 3 જવાન શહીદ, 3 આતંકી ઠાર…

ગીબલીના એનીમેશન કેવી રીતે અલગ પડે છે?

ગીબલીના એનિમેશનની એક ખાસ શૈલી છે જે તેને અન્ય એનિમેશન્સથી અલગ પડે છે. તેના એનિમેશનમાં સોફ્ટ અને લાઈટ રંગો હોય છે. ફિલ્મની વાર્તા હૃદયસ્પર્શી અને ફિલોસોફીથી ભરેલી હોય છે, વાર્તાના પાત્રો યાદગાર હોય છે. ગીબલીના ચાહકો એક જ નજરે તેની સ્ટુડિયોની ફિલ્મ્સને ઓળખી જાય છે.

યુઝર્સ OpenAI ના નવા GPT-4o ઇમેજ ક્રિએટરની મદદથી ગીબલી થીમ ઈમેજ ક્રિએટ કરી રહ્યા છે. ભારે માંગને કારણે, OpenAI ને ફ્રી યુઝર્સ માટે આ ટૂલ અસ્થાયી રૂપે બંધ કર્યું છે.

ગીબલી ઈમેજ જનરેટર સ્ટુડિયો અને એનીમેટર્સનું અપમાન?

સોશિયલ મીડિયા પર ગિબલી થીમ ફોટોએ ધૂમ મચાવી છે, તો બીજી તરફ તેની સામે પ્રશ્નો પણ ઉભા થઇ રહ્યા છે. એવામાં સ્ટુડિયોમાં સહ-સ્થાપક હાયાઓ મિયાઝાકીનો એક જૂનો વિડિઓ વાયરલ થઈ રહ્યો છે જેમાં તેમણે કહ્યું હતું કે AI-જનરેટેડ એનિમેશન “જીવનનું અપમાન” (insult to life itself) છે. એક વિડીયો ક્લિપમાં મિયાઝાકી કહી રહ્યા છે કે AI માણસોની વાસ્તવિક લાગણીઓને સમજી શકે નહીં

ગીબલી સ્ટુડિયોના ઘણા ચાહકો આ ટ્રેન્ડ સામે રોષ ઠાલવી રહ્યા છે. ગિબલીના એનિમેટર્સ વર્ષોની મહનત બાદ એક ફિલ્મ બનાવે છે. ચાહકોના મતે કોઈ વિચાર વગર માત્ર દેખાવ માટે AIથી ગિબલી થીમના ફોટો બનાવવાએ સ્ટુડિયોનું અપમાન છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button