નેશનલ

Ghaziabad પોલીસે ફેક્ટ ચેકર મોહમ્મદ ઝુબેર વિરુદ્ધ FIR નોંધી, આલગાવ્યા ગંભીર આરોપ

ગાઝિયાબાદ: પોલીસે પત્રકાર અને ફેક્ટ ચેકિંગ વેબ સાઈટ Alt Newsના સહ-સ્થાપક મોહમ્મદ ઝુબેર (Mohammed Zubair) વિરુદ્ધ કેસ નોંધ્યો છે. સોમવારે ગાઝિયાબાદ (Gaziabad) પોલીસે ધાર્મિક જૂથો વચ્ચે દુશ્મનાવટ ઉશ્કેરવાના આરોપમાં ઝુબેર વિરુદ્ધ કેસ નોંધ્યો હતો. દશના દેવી મંદિરના પૂજારી નરસિમ્હાનંદ(Yati Narsinghanand)ના એક સહયોગીએ ઝુબેર વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો.

નરસિમ્હાનંદ 29 સપ્ટેમ્બરે ગાઝિયાબાદમાં હિન્દી ભવનમાં આપેલા નફરતભર્યા ભાષણને મામલે તેમના વિરુદ્ધ અનેક FIR નોંધાઈ છે અને તેમની વિરુદ્ધ વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે. અહેવાલ મુજબ, ઉત્તર પ્રદેશ પોલીસે નરસિમ્હાનંદની તેના સહયોગીઓ સાથે અટકાયત કરી હતી.

3 ઓક્ટોબરના રોજ, ઝુબૈરે X પર આ ઘટનાનો એક કથિત વીડિયો શેર કર્યો હતો અને યતી વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની માંગ કરી હતી.

મોહમ્મદ ઝુબૈરે કહ્યું, “આ દુર્ભાગ્યપૂર્ણ છે. ગાઝિયાબાદ પોલીસે કોઈપણ વેરિફિકેશન વગર એફઆઈઆર નોંધી છે. અન્ય પત્રકારો હતા જેમણે રિપોર્ટિંગ કર્યું હતું પરંતુ મારી સામે એફઆઈઆર ઇરાદાપૂર્વક કરવામાં આવી હોય તેવું લાગે છે.”

યતિ નરસિમહાનંદ સરસ્વતી ફાઉન્ડેશનના જનરલ સેક્રેટરી ઉદિતા ત્યાગીએ ગાઝિયાબાદમાં કવિનગર પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી કે ઝુબૈરે મુસ્લિમોને હિંસા માટે ઉશ્કેરવાના ઈરાદાથી નરસિંહાનંદનો જૂનો વીડિયો પોસ્ટ કર્યો હતો.

હિન્દુત્વવાદી જૂથોએ પોલીસ કમિશનર અજય કુમાર મિશ્રાને એક મેમોરેન્ડમ સુપરત કર્યું, જેમાં મંદિર પર હુમલો કરનારાઓ સામે પગલાં લેવાની માંગ કરી છે.

Also Read –

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button