નેશનલ

મહિલા તલાટીએ ખેડૂત પાસે માંગી રૂપિયા 5 હજારની લાંચ, વીડિયો વાયરલ થતા તંત્રએ સસ્પેન્ડ કર્યા

ગાઝિયાબાદ: સોશિયલ મીડિયામાં અત્યારે એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક સરકારી કર્મચારી ખેડૂત પાસેથી લાંચ લઈ રહ્યો છે. વિગતે વાત કરવામાં આવે કો, ગાઝિયાબાદના ગામ નંગલા આક્કૂના રહેવાસી ખેડૂત પાસેથી ત્રણ હજાર રૂપિયાની લાંચ લેવાના કેસમાં મહિલા લેઘપાલ (તલાટી-મંત્રી) બબીતા ત્યાગીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં છે.

ખાસ વાત તો એ છે કે, ખેડૂતે આ રૂપિયા આપતી વખતે મહિલા લેઘપાલનો વીડિયો બનાવીને સ્ટિંગ ઑપરેશન કર્યું હતું, જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં કાર્યવાહી કરવામાં આવી છે.

આપણ વાચો: ACBનું સફળ છટકું: મોરબીમાં PGVCLના નાયબ ઇજનેર અને ‘વચેટિયા’ને લાંચ લેતા પકડ્યા, બંનેની ધરપકડ.

વીડિયો વાયરલ થતા બબિતા ત્યાગીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યાં

વધારે વિગતે વાત કરવામાં આવે તો, બબીતા ત્યાગી છેલ્લા પાંચ વર્ષથી તહસીલ મુખ્યાલયમાં નિયુક્ત હતી. હાલમાં તે નિવાડી વિસ્તારમાં આવેલા સુહાના અને ભનેડા ગામના હલકાની જવાબદારી સંભાળી રહી હતી.

નંગલા આક્કૂ ગામના ખેડૂત સંદીપની જમીનના અંશ વિભાગનું કામ બાકી હતું. લાંચ લીધા વિના બબીતા ત્યાગીએ તે કામ કરવા ઈનકાર કર્યો હતો. બાદમાં ખેડૂતે સ્ટિંગ કરીને પુરાવા એકઠા કર્યા હતો. આ વીડિયો અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.

બબિતા ત્યાગીએ ખેડૂત પાસે 5 હજાર રૂપિયાની લાંચ માંગી

વાયરલ વીડિયોમાં મહિલા તલાટી મંત્રી બબીતા ત્યાગી ખેડૂતનું તે કામ કરવા માટે ઓછામાં ઓછા પાંચ હજાર રૂપિયાની લાંચ માંગી રહ્યાં હતાં. જો કે, ખેડૂતે માત્ર 3 હજાર રૂપિયા આપ્યા અને બાકીના કામ બાદ આપવા માટે કહ્યું હતું. પુરાવાના આધારે વિભાગે તરત જ તેમને સસ્પેન્ડ કરી તપાસ શરૂ કરી છે.

આ મામલે પ્રશાસનનું કહેવું છે કે, ભ્રષ્ટાચાર કોઇ પણ સ્તરે સહન કરાશે નહીં. ખેડૂતની જાગૃતિ અને હિંમતથી એક લાંચખોર કર્મચારીની હકીકત જાણવા મળી છે. આ ખેડૂતે વીડિયો બનાવીને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે યોગ્ય સમયે અવાજ ઉઠાવવામાં આવે તો ચોક્કસથી બદલાવ આવી શકે છે.

Vimal Prajapati

વિમલ પ્રજાપતિએ ગુજરાત વિદ્યાપીઠમાંથી પત્રકારત્વ અને સમૂહ પ્રત્યાયન વિષય સાથે અનુસ્નાતક થયેલા છે. તેઓ ડિજિટલ મીડિયાનો 4 વર્ષનો અનુભવ છે અને અત્યારે મુંબઈ સમાચારમાં કન્ટેન્ટ રાઈટર તરીકે કામ કરી રહ્યાં છે.

સંબંધિત લેખો

Back to top button