નેશનલ

Mamaearthના કો-ફાઉન્ડરે મુંબઈ-નાસિકના શાનદાર એરિયલ શૉટની માલદીવ સાથે સરખામણી કરી…

નવી દિલ્હી: Mamaearthના સહ-સ્થાપક ગઝલ અલઘ તેમની એક સોશિયલ મીડિયા પર કરેલી એક પોસ્ટને કારણે ચર્ચામાં આવી ગયા છે. ઘણા ઈન્ટરનેટ યુઝર્સ આ પોસ્ટ પર પ્રતિક્રિયા પણ આપી રહ્યા છે. ગઝલે સોશિયલ મીડિયા પર મુંબઈ-નાસિક ટ્રીપનો એક એરિયલ શોટ શેર કર્યો અને કેપ્શનમાં લખ્યું હતું કે જો હું તમને કહું કે હું માલદીવમાં છું, તો તમે મારા પર વિશ્વાસ કરી લેશો,પરંતુ હું એક હેલિકોપ્ટરમાં મુંબઈથી નાસિક જઈ રહી છું. ભારત ખરેખર કોઈપણ વિદેશી કરતા સહેજ પણ ઉતરતો નથી. આપણે ભારતને ખીબજ સહજતાથી અને આરામથી જોઈએ તો જ આ બાબત સમજાશે.

ગઝલે આ પોસ્ટ 16 જાન્યુઆરીના રોજ કરી હતી જો કે ત્યારથી અત્યાર સુધીમાં આ વીડિયોને 8 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. તેમજ તેને 1900થી વધુ લોકોએ લાઈક પણ કર્યો છે. જોકે ઘણા યુઝર્સ તેની આ પોસ્ટ સાથે સહમત થયા નથી. જ્યારે ઘણા લોકોનું કહેવું છે કે તેમના દ્વારા કેપ્ચર કરાયેલો વીડિયો સહેજ પણ માલદીવ જેવો નથી.
એક યુઝરે લખ્યું હતું કે આકાશમાંથી જોઈએ ત્યારે જમીન પર બધું જ સુંદર લાગે, પરંતુ આપણે જેટલા નજીર જઈએ તેટલું સમજાય આ ખરેખર એટલું સુંદર નથી જેટલું ઉપરથી દેખાતું હતું. જ્યારે એક યુઝરે લખ્યું હતું કે હું માલદીવ ગયો છું અને હું માની શકતો નથી કે એવું દ્રશ્ય બીજે ક્યાંય હોય. હા આ નજારો સુંદર છે પરંતુ તેનો અર્થ એ નથી કે આપણે દરેક વસ્તુની માલદીવ સાથે સરખામણી કરીએ.


તો વળી એક યુઝર્સે લખ્યું હતું કે અચાનક દરેકને ભારત સુંદર લાગવા લાગ્યું છે. તો એક યુઝર્સે લખ્યું કે માલદીવ હવે જૂનો ટ્રેન્ડ બની ગયો છે. તમારે લોકોને કંઈક નવું આપવું જોઈએ. ભારત અને માલદીવ વચ્ચે વિવાદ તમામ લોકો જાણે છે. ત્યારે હવે સોશિયલ મીડિયા પર ભારતીય યુઝર્સ અને સેલિબ્રિટીઓએ પણ લોકોને વેકેશન માટે લક્ષદ્વીપ જવાની અપીલ કરે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button