ટોપ ન્યૂઝનેશનલ

જર્મન ચાન્સેલર સ્કોલ્ઝ ત્રણ દિવસની ભારતની મુલાકાતે, વડા પ્રધાન મોદી સાથે કરશે ખાસ બેઠક

નવી દિલ્હી: જર્મન ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ આજે ગુરુવારથી ત્રણ દિવસીય ભારતની મુલાકાતે (Olaf Scholz on Inida visit) આવશે. આ દરમિયાન તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી (PM Narendra Modi) સાથે બેઠક કરશે, આ બેઠક દરમિયાન વેપાર, ગ્રીન એનર્જી ઉપરાંત દ્વિપક્ષીય વ્યૂહાત્મક સંબંધોને પ્રોત્સાહન આપવાના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા થશે. સ્કોલ્ઝ ગત વર્ષે બે વખત ભારતની મુલાકાતે આવ્યા હતા. ગત વર્ષે ફેબ્રુઆરીમાં દ્વિપક્ષીય મુલાકાત માટે અને સપ્ટેમ્બરમાં G20 નેતાઓની સમિટમાં ભાગ લેવા માટે ભારત આવ્યા હતા.

| Also Read: બ્રિક્સમાં પીએમ મોદીએ રોકડું પરખાવ્યું, આતંકવાદ મુદ્દે બેવડું વલણ નહીં ચાલે

વડા પ્રધાન મોદી અને જર્મન ચાન્સેલર સ્કોલ્ઝ આવતીકાલે 25 ઓક્ટોબરના રોજ સાતમી ઇન્ટરગવર્મેન્ટલ કન્સલ્ટેશાન(IGC)ની સહ અધ્યક્ષતા કરશે. IGC દરમિયાન ચાન્સેલર સ્કોલ્ઝની સાથે તેમના કેબિનેટના વરિષ્ઠ પ્રધાનો પણ હાજર રહેશે.

જર્મનીના વિદેશ મંત્રાલયે તાજેતરમાં જ ચાન્સેલર સ્કોલ્ઝની ભારત મુલાકાત અંગે નિવેદન બહાર પાડ્યું હતું. જેમાં કહેવામાં આવ્યું હતું કે સ્કોલ્ઝ વડા પ્રધાન મોદીના આમંત્રણ પર ભારતની સત્તાવાર મુલાકાત લેશે.

| Also Read: BRICS 2024: 4 વર્ષના ટકરાવ પછી ‘ડ્રેગન’ના તેવર કેમ બદલાયા, જાણો સુપર સિક્રેટ?

આ દરમિયાન, બંને પક્ષોના નેતાઓ સુરક્ષા અને સંરક્ષણ, આર્થિક સહયોગ, ગ્રીન એન્ડ સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ પાર્ટનરશીપ અને ઈમર્જીંગ ટેકનોલોજી ક્ષેત્રમાં સહકાર પર દ્વિપક્ષીય વાટાઘાટો કરશે. મહત્વપૂર્ણ પ્રાદેશિક અને વૈશ્વિક વિકાસ મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવશે. બંને નેતાઓ 25 ઓક્ટોબરે નવી દિલ્હીમાં યોજાનારી જર્મન બિઝનેસની 18મી એશિયા પેસિફિક કોન્ફરન્સને પણ સંબોધિત કરશે.

Back to top button
ભારતના ચેમ્પિયન કેપ્ટન સાથે હંમેશા થાય છે આવું પ્રેમભર્યો સ્પર્શ કરી શકે છે આ ચમત્કાર દિવાળી પર 40 વર્ષ બાદ થશે શુક્ર-ગુરુની યુતિ, ચાર રાશિના જાતકોને ચાંદી જ ચાંદી… આ ફૂલ કે જડીબુટ્ટી

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker