શી જિનપિંગ પછી હવે આ દેશના વડાને પણ મોદી અમદાવાદમાં આવકારશે, શું છે કાર્યક્રમ ?

નવી દિલ્હી: જર્મનીના ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ પહેલીવાર ભારતની સત્તાવાર મુલાકાતે આવી રહ્યા છે. પોતાના બે દિવસીય પ્રવાસ દરમિયાન ફ્રેડરિક મર્ઝ અમદાવાદ અને બેંગલુરુની મુલાકાત લેશે. આ દરમિયાન તેઓ વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાથે પણ બેઠક કરશે. જેના વિશે વિદેશ મંત્રાલયે માહિતી આપી છે.
અમદાવાદમાં વડા પ્રધાન મોદી સાથે બેઠક
વિદેશ મંત્રાલયના જણાવ્યા અનુસાર, ચાન્સેલર ફ્રેડરિક મર્ઝ 12 જાન્યુઆરી, 2026ના રોજ ભારત આવશે અને તેમની યાત્રાનું પ્રથમ પડાવ અમદાવાદ હશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 જાન્યુઆરીએ અમદાવાદમાં ચાન્સેલર મર્ઝ સાથે મુલાકાત કરશે.

આ બેઠકમાં બંને નેતાઓ ભારત-જર્મની વ્યૂહાત્મક ભાગીદારીના 25 વર્ષની પ્રગતિની સમીક્ષા કરશે. આ ચર્ચામાં વેપાર, રોકાણ, ટેકનોલોજી, શિક્ષણ, કૌશલ્ય વિકાસ, સંરક્ષણ, સુરક્ષા, વિજ્ઞાન અને હરિત વિકાસ જેવા મહત્વના ક્ષેત્રોમાં સહયોગ વધારવા પર ભાર મૂકવામાં આવશે.
બંને નેતાઓ માત્ર દ્વિપક્ષીય ચર્ચા જ નહીં, પરંતુ વેપાર અને ઉદ્યોગ જગતના અગ્રણીઓ સાથે પણ વાતચીત કરશે. આ મુલાકાત દરમિયાન પ્રાદેશિક અને વૈશ્વિક મહત્વના મુદ્દાઓ પર આ મુલાકાત ભારત અને જર્મની વચ્ચેના મજબૂત સંબંધો અને ભવિષ્ય માટેની દૂરદર્શી ભાગીદારીના વિઝનને વધુ મજબૂત કરવાની એક અમૂલ્ય તક પૂરી પાડશે.



