Gen Z સંવિધાન બચાવશે: સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીએ લખી સ્ફોટક પોસ્ટ | મુંબઈ સમાચાર
નેશનલ

Gen Z સંવિધાન બચાવશે: સોશિયલ મીડિયા પર રાહુલ ગાંધીએ લખી સ્ફોટક પોસ્ટ

નવી દિલ્હી: રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કર્યા પછી ભાજપના નેતાઓએ આરોપ મૂક્યો હતો કે રાહુલ ગાંધીની ઈચ્છા દેશમાં નેપાળ જેવી સ્થિતિ ઊભી કરવાની છે હવે આ મુદ્દે રાહુલ ગાંધીએ નેપાળના પ્રદર્શનકારીઓને સમર્થન આપીને નવો દાવો કર્યો છે.

આજે રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ યોજીને કર્ણાટકના આલંદ મતવિસ્તારમાં થયેલી ચૂંટણીમાં ગેરરીતિઓને લઈને મોટા ઘટસ્ફોટ કર્યા હતાં. રાહુલ ગાંધી ચૂંટણી પંચ પર લાખો મતદારોના નામ ડિલીટ કરવાનો આરોપ લગાવ્યો હતો. આ પ્રેસ કોન્ફરન્સ બાદ રાહુલ ગાંધીએ એક્સ પર એક પોસ્ટ કરી હતી. જે ચર્ચામાં આવી છે.

જેન ઝી સંવિધાનની રક્ષા કરશે

રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું કે, “દેશના યુવાનો, દેશના વિદ્યાર્થીઓ અને દેશના જેન-ઝી સંવિધાન બચાવશે, લોકશાહીની રક્ષા કરશે અને વોટ ચોરી રોકશે. હું હંમેશા તેમની સાથે ઊભો રહીશ. જય હિંદ!”

તાજેતરમાં નેપાળમાં સરકારને ઉથલાવવામાં જેન-ઝી લોકોનો મોટો હાથ હતો. જેન-ઝી લોકોએ જ દેશના નવા વડા પ્રધાનની પસંદગી કરી છે. જેને લઈને રાહુલ ગાંધી પણ જેન-ઝી લોકોની ક્ષમતાનું આંકલન કરી લીધું હોય એવું લાગે છે. જેથી તેમણે જેન-ઝીને પોતાના તરફ કરવા માટે પોતાની પોસ્ટમાં જેન-ઝી શબ્દનો ઉપયોગ કર્યો હોય એવું નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે.

રાહુલ ગાંધીના આરોપો પાયાવિહોણા

આ ઉપરાંત રાહુલ ગાંધીએ કોંગ્રેસ મુખ્યાલય ખાતે મીડિયાને જણાવ્યું હતું કે, CEC એ બહાના આપવાના બંધ કરવા જોઈએ અને કર્ણાટક CID ને મત ચોરીના પુરાવા સોંપવા જોઈએ. જોકે, ચૂંટણી પંચે આ આરોપોને ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપે રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કરતા જણાવ્યું કે, બંધારણીય સંસ્થાઓ સામેના તેમના વારંવારના આરોપો ભારતીય લોકશાહીમાં તેમના અને કોંગ્રેસના અવિશ્વાસને દર્શાવે છે. ગૃહમંત્રી અમિત શાહે રાહુલ ગાંધીના “મત ચોરી” ના આરોપને “ખોટી વાર્તા” ગણાવી છે. તેમણે કહ્યું કે, “કોંગ્રેસે અગાઉ પણ આવા જ ખોટા આરોપો લગાવ્યા હતા.”

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button