દેશમાં યુવાનો માટે ગુણવત્તાયુક્ત રોજગાર માટેની તકો સતત ઘટી રહી છે, એક અહેવાલમાં દાવો
નવી દિલ્હી: વધતી જતી બેરોજગારી એ દેશનો સૌથી મોટા પડકારોમાંની એક છે. આંકડાઓ મુજબ ભારત યુવાનોનો દેશ છે, પરંતુ આ યુવાનોના હાથમાં નોકરીઓ નથી. એક અંદાજ મુજબ દેશમાં દર નવમાંથી એક વ્યક્તિ બેરોજગાર છે. સેન્ટર ફોર મોનિટરિંગ ઇન્ડિયન ઇકોનોમી (CMIE) ના બેરોજગારી ડેટા અનુસાર, ભારતમાં બેરોજગારી દર માર્ચ 2023 માં ઝડપથી વધ્યો હતો.
ડિસેમ્બર 2022માં બેરોજગારીનો દર વધીને 8.30 ટકા થયો હતો, પરંતુ જાન્યુઆરી 2023માં ઘટીને 7.14 ટકા થયો હતો. ફેબ્રુઆરી 2023માં તે ફરી વધીને 7.45 ટકા થયો. માર્ચ 2023ના નવા આંકડા મુજબ ભારતમાં બેરોજગારીનો દર 7.8 ટકાના ઉચ્ચ સ્તરે નોંધાયો હતો.
અહેવાલ મુંજબ દેશમાં ઉપલબ્ધ રોજગારની તકોને ગુણવત્તાયુક્ત રોજગાર તરીકે વર્ગીકૃત કરી શકાતી નથી. ભારત સહિત વિશ્વભરમાં કર્મચારીઓને કાઢવામાં આવી રહ્યા છે. CMIEના ડેટા અનુસાર, ભારતના શહેરી વિસ્તારોમાં બેરોજગારીનો દર માર્ચમાં 8.4 ટકા પર પહોંચી ગયો છે, જ્યારે ગ્રામીણ વિસ્તારોમાં તે 7.5 ટકા હતો.
અહેવાલ મુજબ સરકારી ક્ષેત્રમાં રોજગારીની તકોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. કેન્દ્ર અને રાજ્ય સરકારોના વિભાગોમાં મોટી સંખ્યામાં પદો ખાલી છે. જે જરૂરી જગ્યાઓ ભરવામાં આવી રહી છે તે પણ કોન્ટ્રાક્ટના ધોરણે છે, જે ન તો કાયમી છે, જેમાં ન પર્યાપ્ત પગાર અને સુવિધાઓ, ન તો નિવૃત્તિના લાભો.. ખાનગી ક્ષેત્રમાં ઉપલબ્ધ મોટાભાગની નોકરીઓમાં પગાર, ભથ્થા કે સામાજિક સુરક્ષા અને કલ્યાણ યોજનાઓ અંગે યોગ્ય જોગવાઈઓ નથી.