ગાઝા પીડિતોના નામે ફંડિંગમાં છેતરપિંડી: UP ATSએ મહારાષ્ટ્રમાંથી 3 યુવકને ઝડપ્યા | મુંબઈ સમાચાર
નેશનલ

ગાઝા પીડિતોના નામે ફંડિંગમાં છેતરપિંડી: UP ATSએ મહારાષ્ટ્રમાંથી 3 યુવકને ઝડપ્યા

સોશિયલ મીડિયા પર ભાવનાત્મક વીડિયો દ્વારા કરોડો રૂપિયા ઘરભેગા કર્યા

લખનઉઃ ઉત્તર પ્રદેશ એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોર્ડ (એટીએસ) એ મહારાષ્ટ્રના ભિવંડીમાંથી ત્રણ લોકોની ધરપકડ કરી હતી. આ લોકો પર ગાઝા યુદ્ધ પીડિતોને મદદ કરવાના નામે ક્રાઉડફંડિંગ કરીને કરોડો રૂપિયા એકઠા કરવા અને ભંડોળનો મોટા ભાગનો હિસ્સો ચોરી કરવાનો આરોપ છે. અધિકારીઓએ રવિવારે આ જાણકારી આપી હતી.

એટીએસના એક નિવેદન અનુસાર, ગુપ્ત જાણકારીથી ખ્યાલ આવે છે કે કેટલાક વ્યક્તિઓ ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ગ્રુપ્સ મારફતે ઉત્તર પ્રદેશ સહિત દેશભરના લોકોને ભાવનાત્મક રીતે પ્રભાવિત કરી રહ્યા હતા. તેઓએ કથિત રીતે ગાઝા યુદ્ધથી પ્રભાવિત મહિલાઓ અને બાળકો માટે ભોજન, પાણી, કપડાં અને દવાઓ માટે દાન માંગ્યું હોવાનો આરોપ છે.

આપણ વાંચો: Transgender Rights: લાયકાત છતાં ટ્રાન્સ વુમનને નોકરી ના મળી, SC આપી ન્યાયની ખાતરી

જોકે, એટીએસ અધિકારીઓએ જણાવ્યું હતું કે પીડિતોને પૈસા ટ્રાન્સફર કરવાને બદલે આરોપીઓએ તેમની વ્યક્તિગત અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે ભંડોળના મોટા હિસ્સાને ઉપયોગ કર્યો હતો. ધરપકડ કરાયેલા આરોપીઓની ઓળખ મોહમ્મદ અયાન મોહમ્મદ હુસૈન (22), અબુ સુફિયાન તજમુલ અંસારી (22) અને ઝૈદ નોટિયાર અબ્દુલ કાદિર (22) તરીકે થઈ છે.

જાણકારીની પુષ્ટી થયા બાદ લખનઉના એટીએસ પોલીસ સ્ટેશનમાં ત્રણેય આરોપીઓ વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી. કોર્ટ દ્ધારા જાહેર કરાયેલ બિનજામીનપાત્ર વોરન્ટ પર કાર્યવાહી કરતા એટીએસ ટીમે શનિવારે ભિવંડીથી ત્રણેયની ધરપકડ કરી હતી.

એટીએસએ જણાવ્યું હતું કે તેમને મુંબઈની એક કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા અને આગળની કાર્યવાહી માટે ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લખનઉ લાવવામાં આવશે.

આપણ વાંચો: દેશના સૌથી જૂના પક્ષને પણ નડે છે નાણાંની તંગી ત્યારે ચૂંટણી માટે કરશે આ અખતરો

આરોપીઓએ કથિત રીતે દાન મેળવવા માટે ભાવનાત્મક વીડિયો પોસ્ટ કરીને સોશિયલ મીડિયા અભિયાન ચલાવ્યું હતું. અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓએ કરોડો રૂપિયા એકત્રિત કરવા માટે તેમના યુપીઆઈ આઈડી બેન્ક એકાઉન્ટ્સનો ઉપયોગ કર્યો હતો.

વધુમાં તેમણે કહ્યું હતું કે લાખો રૂપિયા ફક્ત ઉત્તર પ્રદેશના અનેક જિલ્લાઓમાંથી જ દાન સ્વરૂપે એકઠા કરવામાં આવ્યા હતા. તેમની પાસેથી ત્રણ મોબાઇલ ફોન જપ્ત કરવામાં આવ્યા છે.

નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ચોરી કરાયેલા નાણાનો ઉપયોગ અંગે વિગતવાર પૂછપરછ કરવામાં આવી રહી છે અને વધુ તપાસ ચાલી રહી છે. એટીએસ પૂછપરછ માટે તેમની પોલીસ કસ્ટડી માંગશે.

Mumbai Samachar Team

એશિયાનું સૌથી જૂનું ગુજરાતી વર્તમાન પત્ર. રાષ્ટ્રીયથી લઈને આંતરરાષ્ટ્રીય સ્તરના દરેક ક્ષેત્રની સાચી, અર્થપૂર્ણ માહિતી સહિત વિશ્વસનીય સમાચાર પૂરું પાડતું ગુજરાતી અખબાર. મુંબઈ સમાચારના વરિષ્ઠ પત્રકારવતીથી એડિટિંગ કરવામાં આવેલી સ્ટોરી, ન્યૂઝનું ડેસ્ક. મુંબઇ સમાચાર ૧ જુલાઇ, ૧૮૨૨ના દિવસે શરૂ કરવામાં આવ્યું ત્યારથી આજદિન સુધી નિરંતર પ્રસિદ્ધ થતું આવ્યું છે. આ… More »

સંબંધિત લેખો

Back to top button