નેશનલ

Gautam Adani એ કરી એક વધુ ડીલ, 8100 કરોડમાં ખરીદશે આ કંપની

મુંબઇ : અદાણી ગ્રૂપની(Gautam Adani)અંબુજા સિમેન્ટે ઓરિએન્ટ સિમેન્ટને ખરીદવાની જાહેરાત કરી છે. જેના લીધે સિમેન્ટ સેક્ટરમાં દબદબો યથાવત રહેશે. આ સંપાદન માટે અંબુજા સિમેન્ટ રૂપિયા 8100 કરોડનું રોકાણ કરશે. જેમાં કંપની તેની પાસે ઉપલબ્ધ ભંડોળ દ્વારા આ ખરીદી પૂર્ણ કરશે. આ સંપાદન પછી અદાણી સિમેન્ટની કુલ કાર્યકારી ક્ષમતા વાર્ષિક 97.4 MTPA ટન થશે અને માર્ચ 2025 સુધીમાં કંપની તેની ઉત્પાદન ક્ષમતા વધારીને 100 મિલિયન ટન કરશે.

Also Read – Hyundai Motor IPO : હ્યુન્ડાઈ મોટરના આઇપીઓનું સપાટ લિસ્ટિંગ, રોકાણકારો નિરાશ

ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 8.5 મિલિયન ટન સુધી વધારવામાં મદદ

સ્ટોક એક્સચેન્જમાં એક નિયમનકારી ફાઇલિંગમાં, અંબુજા સિમેન્ટે જણાવ્યું હતું કે ઓરિએન્ટ સિમેન્ટના અધિગ્રહણથી અંબુજા સિમેન્ટને દક્ષિણ અને પશ્ચિમ ભારતમાં તેની ઉત્પાદન ક્ષમતા વાર્ષિક 8.5 મિલિયન ટન સુધી વધારવામાં મદદ મળશે. તેમજ અદાણી સિમેન્ટનો માર્કેટ શેર 2 ટકા વધશે.

અંબુજા સિમેન્ટની સ્થિતિ વધુ મજબૂત બનશે

કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે સી કે બિરલા ગ્રૂપની સિમેન્ટ કંપની ઓરિએન્ટ સિમેન્ટનું અધિગ્રહણ અંબુજા સિમેન્ટની હાલની હાજરીને વધુ મજબૂત કરશે. આ સોદા પછી ઓપરેશન કોસ્ટ ઘટીને 58 ડોલર પ્રતિ ટન થઈ જશે. જે ગ્રીનફિલ્ડ સેટ-અપ ખર્ચ 110-120 ડોલર પ્રતિ ટન કરતાં ઓછી છે. એક્વિઝિશન ત્રણથી ચાર મહિનામાં પૂર્ણ થવાની ધારણા છે.

Back to top button
આ ફૂલ કે જડીબુટ્ટી ટ્રેનના બંને પાટા વચ્ચે કેટલું અંતર હોય છે? 99 ટકા લોકોને નથી ખબર સાચો જવાબ… દશેરા પર તમારી રાશિ પ્રમાણે કરવા આ વસ્તુનું દાન પૂરા થશે બધા કામ આજથી શરૂ થશે આ પાંચ રાશિના જાતકોના અચ્છે દિન, જોઈ લો તમારી રાશિ પણ છે ને?

Adblock Detected

Please consider supporting us by disabling your ad blocker