નેશનલ

પહેલા રાયબરેલી જીતો પછી ચેસ રમો, જાણો કોણે આમ કહ્યું….

થોડા દિવસો પહેલા કોંગ્રેસી નેતા જયરામ રમેશે X પર રાહુલ ગાંધીનો લોકસભા ચૂંટણી પ્રચાર દરમિયાન પોતાના મોબાઈલ ફોન પર ચેસ રમતા વીડિયો પોસ્ટ કર્યો હતો. વીડિયોમાં રાહુલ ગાંધી રશિયન ગ્રાન્ડમાસ્ટર ગેરી કાસ્પારોવને પોતાનો ફેવરિટ ચેસ પ્લેયર ગણાવતા હતા. જયરામ રમેશે રાહુલ ગાંધીને ‘રાજકારણ અને ચેસના અનુભવી ખેલાડી’ તરીકે વર્ણવ્યા હતા. તેમણે કહ્યું હતું કે ચેસની રમત અને રાજનીતિમાં ઘણી સમાનતાઓ છે. હવે ગેરી કાસ્પારોવે પણ ચેસ અને રાજકારણને લઈને પોતાના વિચારો વ્યક્ત કર્યા છે. તેણે X પર લખ્યું, ‘જૂની પરંપરા કહે છે કે ટોચના લોકોને પડકાર આપતા પહેલા તમારે રાયબરેલીથી જીતવું જોઈએ.’

કાસ્પારોવની પોસ્ટમાં રાયબરેલીનો ઉલ્લેખ કદાચ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીનો સંદર્ભ હતો, જેમણે આ લોકસભા મતવિસ્તારમાંથી ઉમેદવારી નોંધાવી છે. કોંગ્રેસના એક્સ હેન્ડલ પર શેર કરવામાં આવેલા વીડિયોમાં રાહુલ ગાંધીએ પોતાને રાજનેતાઓમાં શ્રેષ્ઠ ચેસ પ્લેયર ગણાવ્યા હતા. રાહુલ આ લોકસભા ચૂંટણીમાં પણ બે સીટ પરથી ચૂંટણી લડી રહ્યા છે. તેઓ વાયનાડથી કોંગ્રેસના ઉમેદવાર છે, જ્યાં ચૂંટણી થઈ ચૂકી છે.


ગેરી કાસ્પારોવ એક રશિયન ચેસ ગ્રાન્ડમાસ્ટર અને ભૂતપૂર્વ વર્લ્ડ ચેસ ચેમ્પિયન છે. ગેરી કાસ્પારોવને રાજનીતિની ઊંડી સમજ છે. તે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનના પ્રખર ટીકાકાર છે. તાજેતરમાં જ રશિયામાં કાસ્પારોવ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી કરવામાં આવ્યું હતું. આ ભૂતપૂર્વ વર્લ્ડ ચેમ્પિયનને ઈતિહાસના સૌથી મહાન ચેસ ખેલાડીઓમાં ગણવામાં આવે છે. એક્ટર રણવીર શૌરીએ X પર રાહુલ ગાંધીનો વીડિયો પોસ્ટ કરતી વખતે ગેરી કાસ્પારોવને ટેગ કરીને પૂછ્યું, ‘શું તમે આ ચાલને સંભાળી શકશો?’ શૌરી દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં એક યુવક રાહુલના હાથમાં પોતાનો ફોન મૂકે છે, જેને તે જમીન પર છોડી દે છે.

રણવીર શોરીની આ પોસ્ટનો જવાબ આપતા, ગેરી કાસ્પારોવે લખ્યું હતું કે, ‘હું એવી આશા રાખું છું કે મારી નાનકડી રમુજી પોસ્ટને ભારતીય રાજકારણમાં કોઈની નિપુણતાની હિમાયત કરતી અથવા લિંક કરતી પોસ્ટ તરીકે જોવામાં નહીં આવે! મારા વિશે એકવાર એવું કહેવામાં આવ્યું હતું કે હું 1000 આંખોવાળો રાક્ષસ છું જે બધું જોઈ શકે છે. આવી સ્થિતિમાં, હું રાજકારણીને તેની પ્રિય રમતમાં હાથ અજમાવતો જોવાનું ચૂકી શકતો નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button