Ganga Dussehra પર બની રહ્યા છે એક સાથે અનેક રાજયોગ, ચાર રાશિના જાતકોનો શરું થશે Golden Period…

હિંદુ ધર્મમાં ગંગા દશહરા (Ganga Dashehara)નું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે અને એવું કહેવાય છે કે આ જ દિવસે ગંગાજી ધરતી પર અવતર્યા હતા. ગંગા નદીના વેગથી ધરતી પર તબાહી ના મચે એટલે ભગવાન શિવે ગંગાને પોતાની જટામાં સમાવી લીધી અને પછી જેઠ મહિનાના શુક્લ પક્ષની દશમીના દિવસે ભગવાન શિવની જટાથી નીકળીને ધરતી પર પહોંચી હતી. આ વર્ષે 16મી જૂનના ગંગા દશહરા ઊજવવામાં આવશે. આ સાથે સાથે ગંગા દશહરાના દિવસે વિવિધ રાજયોગ બની રહ્યા છે, જેને કારણે કારણે ચાર રાશિના જાતકોને લાભ જ લાભ થઈ રહ્યો છે. આવો જોઈએ કયા છે આ રાજયોગ અન એને કારણે કઈ રાશિના જાતકોને લાભ થઈ રહ્યો છે એ-
ગંગા દશહરા પર સર્વાર્થ સિદ્ધિ યોગ, અમૃત સિદ્ધિ યોગની સાથે રવિ યોગ અને હસ્ત નક્ષત્ર પણ લાગશે. આ ઉપરાંત મિથુન રાશિમાં સૂર્ય, બુધ અને શુક્ર મળીને ત્રિગ્રહી યોગ પણ બનાવી રહ્યા છે. આ સિવાય બુધાદિત્ય રાજયોગ, લક્ષ્મી નારાયણ રાજયોગ પણ બની રહ્યો છે અને આવતીકાલે એક સાથે બની રહેલાં આ રાજયોગને કારણે અનેક રાશિઓના જાતકો માટે ગોલ્ડન પીરિયડ શરૂ થઈ રહ્યો છે. આ રાશિના જાતકોને આ સમયગહાળા દરમિયાન શુભ પરિણામો આપશે, આવો જોઈએ કઈ છે આ રાશિઓ-

મેષ રાશિના જાતકો માટે આ સમયગાળો એકદમ શુભ સાબિત થઈ રહ્યો છે. ધન-સંપદાની પ્રાપ્તિ થઈ રહી છે. બિઝનેસમાં પણ અપરંપાર સફળતા મળી રહી છે. કરિયરમાં પણ પ્રગતિ થઈ રહી છે. જીવનમાં સુખ-સમૃદ્ધિનું આગમન થશે.

મિથુન રાશિના જાતકોને ભાગ્યનો પૂરેપૂરો સાથ મળી રહ્યો છે. લાંબા સમયથી અટકી પડેલાં કામ પૂરા થઈ રહ્યા છે. તમાપા કામમાં સફળતા મળી રહી છે. નોકરીમાં પ્રમોશન અને પગારવધારાના યોગ બની રહ્યા છે. માન-સન્માનમાં વૃદ્ધિ થઈ રહી છે. આકસ્મિક ધનલાભ થઈ રહ્યો છે.

મકર રાશિના જાતકો માટે આ સમયગાળો અનેક સમસ્યા અને તાણથી રાહત આપનારો સાબિત થઈ રહ્યો છે. તમે ખુશ અને પ્રસન્ન રહેશો. માનસિક શાંતિ મળી રહી છે. આર્થિક સ્થિતિ પણ સુધરી રહી છે. નવી જોબમાં પ્રમોશન મળી શકે છે.

કુંભ રાશિના જાતકોને ભૌતિક સુખ-સુવિધાની પ્રાપ્તિ થઈ રહી છે. પરિવાર સાથે સારો એવો સમય પસાર કરશો. નોકરી શોધી રહેલાં લોકોને નોકરી મળી શકે છે. બિઝનેસમાં જો રોકાણ કર્યું હતું કે પછી ફેરફાર કર્યું હશે તો તેનાથી પણ લાભ થઈ રહ્યો છે. કોઈ ધાર્મિક યાત્રા પર જઈ શકો છો.